________________
| ૧૯૨ |
શ્રી ભગવતી સૂત્ર-૪
નગરના ઉચ્ચ નિમ્ન અને મધ્યમ કુળમાં ભિક્ષા માટે ભ્રમણ કરતા તેણે રહેવા માટે સ્થાનની શોધ કરી. અન્યત્ર સ્થાન પ્રાપ્ત ન થતાં હે ગૌતમ ! તે જ વણકરશાળાના એક ભાગમાં, જ્યાં હું રહ્યો હતો, ત્યાં જ તે વર્ષાવાસ માટે રહ્યો. પ્રથમ માસખમણના પારણાના દિવસે હું વણકરશાળામાંથી નીકળ્યો; નીકળીને નાલંદા ઉપનગરની મધ્યમાંથી પસાર થઈને જ્યાં રાજગૃહનગર હતું ત્યાં આવ્યો; રાજગૃહનગરમાં યાવતુ ફરતાં-ફરતાં વિજય ગાથાપતિના ઘરમાં પ્રવેશ કર્યો. વિજય ગાથાપતિને ત્યાં પ્રભુનું પ્રથમ પારણું:१० तएणंसेविजएगाहावई ममंएज्जमाणंपासइ, पासित्ता हतुटेखिप्पामेव आसणाओ अब्भुटेइ, अब्भुट्टित्ता पायपीढाओ पच्चोरूहइ, पच्चोरूहित्ता पाउयाओ ओमुयइ, ओमुइत्ता एगसाडियं उत्तरासंगं करेइ, करित्ता अंजलिमउलियहत्थे ममं सत्तटुपयाइ अणुगच्छइ, अणुगच्छित्ता ममं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता ममंवदइ णमंसइ, वंदित्ता णमसित्ता ममं विउलेण असण-पाण-खाइम साइमेणं पडिलाभेस्सामि त्ति कटु तुडे, पडिलाभेमाणे वि तुडे, पडिलाभिए वि तुट्टे । तएणं तस्स विजयस्स गाहावइस्स तेणं दव्वसुद्धेण,दायगसुद्धेण, पडिगाहगसुद्धणतिविहेण तिकरणसुद्धणदाणेणमए पडिलाभिए समाणे देवाउए णिबद्धे,संसारे परित्तीकए, गिहसियसेइमाइपंच दिव्वाइंपाउन्भूयाई,तं जहा-वसुधारावुठ्ठा, दसद्धवण्णेकुसुमेणिवाइए, चेलुक्खेवेकए, आहयाओ देवदुदभीओ, अंतरा वि यणं आगासे- 'अहो दाणे, अहो दाणे त्ति घुटे । ભાવાર્થ - ત્યારપછી તે વિજય ગાથાપતિએ મને માસખમણના પારણે તેમના ઘરમાં પ્રવેશ કરતા જોયો, જોઈને તે પ્રસન્ન અને સંતુષ્ટ થયા. તે શીઘ્રતાથી સિંહાસન પરથી નીચે ઉતર્યા, શીઘ્રતાથી આસન પરથી નીચે ઉતરીને પાદપીઠથી નીચે ઉતર્યા, પાદુકાનો ત્યાગ કર્યો, પાદુકાનો ત્યાગ કરીને એક પટવાળા વસ્ત્રનું ઉતરાસંગ કર્યું, કરીને બંને હાથ જોડીને સાત-આઠ પગલાં મારી સામે આવ્યા અને મને ત્રણ વાર પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા.
વંદન નમસ્કાર કરીને “આજે હું ભગવાનને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી પ્રતિલાભિત કરીશ–આહારદાન આપીશ,” આ પ્રમાણે વિચાર કરીને સંતુષ્ટ-આનંદિત થયા; આહારદાન કરતાં સમયે પણ સંતુષ્ટ-આનંદિત થયા હતા અને આહારદાન કર્યા પછી પણ સંતુષ્ટ-આનંદિત રહ્યા. આ પ્રકારની દ્રવ્યશુદ્ધિ, દાયકશુદ્ધિ અને પાત્રશુદ્ધિ તથા મન, વચન, કાયારૂપ ત્રિવિધિ યોગશુદ્ધિ અને કૃત,કારિત અને અનુમોદિત રૂપ ત્રિકરણ શુદ્ધિ યુક્ત દાન દ્વારા મને પ્રતિલાભિત કરવાથી વિજય ગાથાપતિએ દેવનું આયુષ્ય બાંધ્યું; સંસારને પરિમિત કર્યો. દાનના પ્રભાવથી તેના ઘેર પાંચ દિવ્ય પ્રગટ થયા. યથા– (૧) વસુધારા(સોનૈયા)ની વૃષ્ટિ થઈ (૨) દેવોએ પાંચ વર્ણના પુષ્પો વરસાવ્યા (૩) દેવોએ ચેલુલ્લેપ કર્યો અર્થાત્ ધજા ફહરાવી (૪) દેવોએ દેવદુદુભિ વગાડી અને (૫) આકાશમાં “અહોદાન, અહોદાનની ધ્વનિ થવા લાગી. ११ तएणं रायगिहे णयरे सिंघाडग जावमहापह-पहेसुबहुजणो अण्णमण्णस्स एवमाइक्खइ जावएवंपरूवेइ-धण्णेणंदेवाणुप्पिया!विजएगाहावई,कयत्थेणंदेवाणुप्पिया!