________________
શતક-૧૫
૧૮૫
તેના પ્રત્યુત્તર રૂપે પ્રભુએ સ્પષ્ટ કહ્યું “ગોશાલક ! હું તો તીર્થંકર૫ણે ૧૬ વર્ષ રહીશ પરંતુ તું દાહજ્વરથી પીડિત થઈને સાત દિનમાં જ મૃત્યુને પામીશ.' પરસ્પરની આ ભવિષ્યવાણીની ચર્ચા શ્રાવસ્તી નગરીમાં ચારેબાજુ થવા લાગી.
--
ગોશાલકની દુર્દશા :– મિથ્યાત્વના ગાઢતમ અંધકારના ઉદયે ગોશાલકે તીર્થંકરને તેમજ તેમના સંતોને પીડિત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે તે નિષ્ફળ ગયો ત્યારે તે ખિન્ન થયો, નિસ્તેજ થયો અને દુઃખી થવા છતાં સત્ય સમજી કે સ્વીકારી શકયો નહીં. તે અનેક પ્રકારની ચેષ્ટાઓ, મિથ્યા કલ્પનાઓ, પ્રરૂપણાઓ દ્વારા પોતાના પાપને ઢાંકવાનો પ્રયત્ન કરતો હતો. ગોશાલકની કુચેષ્ટાથી તેના કેટલા ય શ્રમણો તેને છોડીને પ્રભુ સમીપે આવી ગયા અને કેટલાક તેની સાથે રહ્યા.
ગોશાલકની અંતિમ સ્થિતિ ઃ- પ્રભુની આગાહી અનુસાર પોતાના અંતિમ સમયને જાણીને મિથ્યાભિનિવેષમાં મૂઢ તેવા ગોશાલકે પોતાના સંઘના મુનિઓને પોતાનો નિર્વાણ મહોત્સવ પ્રતિષ્ઠાપૂર્વક કરવાની સૂચના આપી.
ત્યાર પછી સાતમી રાત્રે શુભ યોગે ગોશાલકની ચિંતન ધારા પરિવર્તિત થઈ. તેના મિથ્યાત્વનો ઉદયકાળ સમાપ્ત થયો; તેણે પોતાના દુષ્કૃત્યોની નિંદા કરી; તેને સત્ય સમજાઈ ગયું, એટલું જ નહીં તેને સત્યનો સાક્ષાત્કાર થયો અર્થાત્ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. તેણે આત્માની સાક્ષીએ તેમજ અન્ય સ્થવિર મુનિઓની સમક્ષ પોતાના પાપને પ્રગટ કર્યા. “હું જિન નથી, જિનપ્રલાપી છે. શ્રમણ ભગવાન મહાવીર જ જિન છે. હું તેમનો પ્રત્યેનીક બની મહાપાપી બન્યો છું. પ્રભુના કથન અનુસાર જ મારું મૃત્યુ થશે. મારી અંતિમ ક્રિયા અસત્કાર પૂર્વક કરજો.'' આ રીતે અંત સમયે આલોચના અને પાપના પશ્ચાત્તાપપૂર્વક કાલધર્મને પ્રાપ્ત કરી બારમા દેવલોકમાં ઉત્પન્ન થયો. તેમના અનુયાયીઓએ ગોશાલકના આદેશાનુસાર દ્રુમપૂર્વક તિમ વિધિ કરી અને આજીવિક મતની પ્રતિષ્ઠા જળવાઈ રહે તે માટે પ્રગટમાં સત્કારપૂર્વક તેની અંતિમ વિધિ કરી. ગોશાલકનું દીર્ઘકાલીન સંસાર પરિભ્રમણ :– ગાઢ મિથ્યાત્વના ઉદયે તીર્થંકરાદિની આશાતનાના ફળ સ્વરૂપે ગોશાલક પ્રત્યેક નરકના બે-બે ભવ, તિર્યંચગતિના અસંખ્ય ભવ, મનુષ્ય અને તુચ્છ જાતિના અનેક ભવોમાં પરિભ્રમણ કરશે. દશ ભવમાં ચારિત્ર ગ્રહણ કરવા છતાં પણ તેની આરાધના કરી શકરો નહીં. તપશ્ચાત્ અશુભ કર્મ શીણ થતાં તે મનુષ્યનો ભવ પામી, ચારિત્રની આરાધના કરશે. ત્યાર પછી વૈમાનિક દેવલોકના ભવ અને સાત મનુષ્યભવમાં ચારિત્રની આરાધના કરીને આઠમા ભવમાં મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી અંતે સર્વ કર્મોનો ક્ષય કરીને મુક્તિને પ્રાપ્ત કરશે.
આ રીતે પ્રસ્તુત શતકમાં ગૌશાલકનું જન્મથી મુક્તિ પર્યંતનું વર્ણન છે. તેમજ ગોશાલક સાથે સંબંધિત કેટલાક પ્રભુના જીવન પ્રસંગોનું નિરૂપણ છે.
ભગવાનને દાહજ્વરની પીડા :– ગોશાલકે પ્રભુ પર તેજોલેશ્યા છોડી તે ઘટનાને છ માસ વ્યતીત થયા. પ્રભુનું શરીર રોગથી પીડિત થયું, દાહજવર અને તેના કારણે પ્રભુને લોહી ખંડવા(મરડો) થયો. લોકોમાં ચર્ચા થવા લાગી કે ગોશાલકના તપ તેજથી જ પ્રભુ છદ્મસ્થ અવસ્થામાં જ મૃત્યુ પામશે. પ્રભુના શિષ્ય સિંહ નામના અણગાર આ શબ્દો સાંભળીને દુ:ખી થયા. પ્રભુએ તેને સત્ય હકીકત કહીને આશ્વાસન આપ્યું અને ઔષધરૂપે રેવતી ગાથાપત્નીને ત્યાંથી તે જ અણગાર પાસે બિજોરાપાક મંગાવ્યો. તેના સેવનથી પ્રભુ પુનઃ આરોગ્યસંપન્ન થઈ ગયા.