________________
શતક-૧૫
૧૮૩
|
|
શતક-૧૫ પરિચય
જે
જ
ગોશાલકનો ગૃહસ્થ જીવન પરિચય:
પ્રસ્તુત શતકમાં ગોશાલકનું વિસ્તૃત જીવન ચરિત્ર છે. ગોશાલક મંખ જાતીય પિતા મંખલિ અને માતા ભદ્રાનો પુત્ર હતો. તેના માતા પિતા મંખવૃત્તિથી ચિત્રફલક હાથમાં લઈને, ચિત્ર બતાવીને, ભિક્ષાચરીથી આજીવિકા ચલાવતા હતા. ગોબહુલ બ્રાહ્મણની ગોશાળામાં જન્મ થયો હોવાથી તેનું નામ ગોશાલક રાખ્યું હતું. ક્રમશઃ યૌવનવયને પ્રાપ્ત ગોપાલક પણ પિતૃપરંપરાથી ચાલી આવતી મંખવૃત્તિ જ કરતો હતો. ગોશાલકને પ્રભુનો સમાગમ :- પ્રભુ મહાવીર પોતાના છદ્મસ્થકાલમાં રાજગૃહ નગરમાં ચાતુર્માસ કલ્પ વ્યતીત કરી રહ્યા હતા. તે સમયે ગોશાલકને અન્યત્ર સ્થાનની પ્રાપ્તિ ન થવાથી પ્રભુ મહાવીરની સાથે જ વણકરશાળામાં રહ્યો. ત્યાં ગોશાલકને પ્રભુનો પ્રથમ સમાગમ થયો. પ્રભુના પ્રથમ માસખમણના પારણા નિમિત્તે થયેલા પાંચદિવ્યને જોઈને ગોશાલક પ્રભુ પ્રત્યે આકર્ષાયો અને પ્રભુના શિષ્ય થવાની આકાંક્ષા તેણે પ્રગટ કરી પરંતુ પ્રભુએ તે વાતનો સ્વીકાર કર્યો નહીં. તત્પશ્ચાત્ ચાતુર્માસિક વિહાર પછી અન્ય ગ્રામમાં ક્રમશઃ પ્રભુના ચોથા મા ખમણના પારણાના પંચદિવ્યની પ્રશંસા ચારે તરફ થઈ રહી હતી. ગોશાલકે ફરતાં-ફરતાં તે ચર્ચા સાંભળી તેથી તેણે અનુમાન કર્યું કે આવો દિવ્ય પ્રભાવ મારા ધર્મગુરુનો જ હોઈ શકે છે તેથી પ્રભુ અહીં જ હશે. તેમ વિચારતો તે પ્રભુને શોધતો-શોધતો પ્રભુની સમીપે આવ્યો અને પુનઃ શિષ્ય થવાની આકાંક્ષા પ્રગટ કરી. તેની તથા પ્રકારની ભવિતવ્યતાના કારણે પ્રભુ મૌન રહ્યા અને ગોશાલક શિષ્ય રૂપે સમર્પિત થઈ ગયો. ગોશાલક દ્વારા વૈશ્યાયન બાલતપસ્વીની હાંસી - એકદા ગોશાલકે “જૂ'ના શય્યાતર કહીને વૈશ્યાયન બાલતપસ્વીની હાંસી કરી, તેને ઉશ્કેર્યા તેથી વૈશ્યાયન તપસ્વીએ કુદ્ધ થઈને ગોશાલક પર તેજોવેશ્યાનો પ્રહાર કર્યો. તે સમયે પ્રભુએ અનુકંપાથી શીતલેશ્યાના પ્રક્ષેપથી ગોશાલકનું રક્ષણ કર્યું. તે પ્રસંગે ગોશાલકે પ્રભુ પાસે તેજોવેશ્યાની પ્રાપ્તિની વિધિ જાણી. તેજલેશ્યાની પ્રાપ્તિની વિધિ :- છઠ્ઠના પારણે છઠ્ઠની તપસ્યા, પારણામાં અડદના બાકળા અને અંજલીભર પાણી લેવું, તેમજ સૂર્યની આતાપના લેવી. આ રીતે છ મહિના પર્વતની તપસાધનાથી તેજોલબ્ધિ પ્રગટ થાય છે. ગોશાલકની કુચેષ્યઃ- તત્પશ્ચાત્ પ્રભુ સાથે જ ગ્રામાનુગ્રામ વિહાર કરતા, ગોશાલકે એક તલનો છોડ જોયો, જોઈને તેણે પ્રશ્ન પૂછ્યો કે આ છોડ નિષ્પન્ન થશે કે નહીં? પ્રભુએ તેનો ઉત્તર આપ્યો કે આ તલના ફૂલના સાત જીવો મરીને આ જ તલની ફળીમાં સાત તલરૂપે ઉત્પન્ન થશે. પ્રભુના આ કથન પર અવિશ્વાસ કરીને, પ્રભુનેમિથ્યા સિદ્ધ કરવા માટે ગોશાલકે તલના છોડને ઉખેડીને ફેંકી દીધો. આ કુચેષ્ટા તેના જીવનના પતનનું ખાસ નિમિત્ત હતું. પડટ્ટ પરિહાર -પ્રભુની સાથે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ગોશાલક ફરીથી પહેલાં ઉખેડી નાખેલા તલના છોડના સ્થાને આવ્યો. તરત જ ગોશાલકે પૂર્વવૃતાંતનું સ્મરણ કરાવીને પ્રભુને કહ્યું, આપનું કથન મિથ્યા સિદ્ધ થાય છે, અહીં તલનો છોડ જ નથી. ભગવાને ગોશાલકને સત્ય હકીકત કહી સંભળાવી કે “તે કુચેષ્ટા