________________
૧૫૪
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૪: ઉદ્દેશક-૭.
સંક્ષિપ્ત સાર
જે
આ ઉદ્દેશકમાં ભગવાન મહાવીર અને ગૌતમનો ભવાન્તરીય સંબંધ, અનુત્તર વિમાનવાસી દેવનું અવધિજ્ઞાન, છ પ્રકારના તુલ્ય, લવસપ્તમ અને અનુત્તર વિમાનવાસી દેવોની યોગ્યતા વગેરે વિષયોનું પ્રતિપાદન છે. * શ્રી ગૌતમને વર્ષોની દીક્ષા પર્યાય પછી કેવળજ્ઞાન પ્રાપ્ત થયું ન હતું. તેથી તેઓ કયારેક ખિન્ન થઈ જતા. તેમને આશ્વાસન આપવા ભગવાને તેમના ભવાન્તરીય સંબંધની વાસ્તવિક્તા પ્રગટ કરી. હે ગૌતમ! તારે અને મારે અનેક ભવનો સંબંધ છે. તે અનેક ભવમાં તે મારી સ્તુતિ, ભક્તિ, અનુસરણ કર્યું છે અને આ ભવ પૂર્ણ થયા પછી આપણે બંને સમાન અવસ્થા-
સિદ્ધાવસ્થાને પ્રાપ્ત કરવાના છીએ. * જીવના ભવ- ભવાંતરના સંબંધોને કેવળજ્ઞાની કેવળજ્ઞાનથી જાણે છે. અનુત્તર વિમાનવાસી દેવો અવધિજ્ઞાન દ્વારા જાણે છે. * તુલ્યતા– (સમાનતા)ના છ પ્રકાર છે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભવ, ભાવ અને સંસ્થાન. દ્રવ્ય તુલ્યતાપરમાણુની પરમાણુ સાથે, દ્ધિપ્રદેશી સ્કંધની દ્વિપ્રદેશી ઢંધ સાથે, તે રીતે અનંત પ્રદેશી ઢંધની અનંત પ્રદેશી ઢંધ સાથે દ્રવ્યની અપેક્ષાએ તુલ્યતા છે, આ રીતે શુદ્ધાત્માની શુદ્ધાત્મા સાથે દ્રવ્યતુલ્યતા છે. ક્ષેત્રતુલ્યતા–એક પ્રદેશાવગાઢ પુદ્ગલની એક પ્રદેશાવગાઢ પુદ્ગલો સાથે; યાવતુ અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલની અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલ સાથે ક્ષેત્રથી તુલ્યતા છે.
તે રીતે સ્થિતિની અપેક્ષાએ, ભવની અપેક્ષાએ, ભાવની અપેક્ષાએ અને સંસ્થાનની અપેક્ષાએ તુલ્યતા સમજવી. * ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને, સંથારા સહિત કાલધર્મ પ્રાપ્ત કરનાર મુનિ દેવગતિને પ્રાપ્ત કરે. ત્યાં જઈને તે પ્રથમ અત્યંત આસક્તિપૂર્વક(શીધ્ર) આહાર લે છે. પછી ક્રમશઃ તે આસક્તિ ઘટે (મંદ ગ્રહણ થાય) છે. કર્માધીન જીવોના પરિણામોની પરિવર્તનશીલતા રહ્યા જ કરે છે. * અનુત્તર વિમાનવાસી દેવોને લવસપ્તમ દેવો કહેવાય છે. તે જીવોનું પૂર્વના મનુષ્ય ભવમાં સાત લવનું આયુષ્ય અધિક હોત તો તે સર્વ કર્મોનો ક્ષય કરી શકત. તેથી તે દેવો લવસપ્તમ દેવ કહેવાય છે. * કોઈ તરુણ, બલવાન, પુરુષને તીક્ષ્ણ શસ્ત્રથી ધાન્યના એક પૂળાને કાપતા જેટલો સમય વ્યતીત થાય તેને એક લવ કહે છે. ૭૭ લવનું એક મૃહુર્ત થાય છે. એક લવ એક મિનિટથી અલ્પ અને એક સેકંડથી અધિક કાલ પ્રમાણ છે. * અનુત્તર વિમાનવાસી દેવો અનુત્તર શય્યામાં ઉત્પન્ન થઈને, અનુત્તર શબ્દ, રૂપ, રસ, ગંધાદિનો અનુભવ કરે છે. સંસારના સમસ્ત જીવોના પૌગલિક સુખોમાં અનુત્તર વિમાનવાસી દેવોનું સુખ અનુત્તર હોય છે તેથી તે અનુત્તર વિમાનવાસી દેવ કહેવાય છે. * અનુત્તર વિમાનવાસી દેવોને પૂર્વભવમાં એક છઠ્ઠમાં ક્ષય પામે તેટલા કર્મો શેષ રહ્યા હોય છે. આ રીતે તે દેવો અલ્પકર્મા હોય છે.