________________
118
શ્રી ભગવતી સ્ત્ર-૪
શતક-૧૪ : ઉદ્દેશક-૧
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં મુખ્યતયા જીવના આયુષ્યબંધની યોગ્યતાનું પ્રતિપાદન છે.
આયુષ્ય બંધના પરિણામ અનુસાર એક દેવસ્થાનના આયુષ્ય બંધ યોગ્ય અધ્યવસાયોનું ઉલ્લંઘન થઈ જાય અને તેનાથી ઉપરના દેવસ્થાન યોગ્ય પરિણામો હજુ પ્રાપ્ત થયા ન હોય, તે જીવ તે પરિણામમાં જ અટકી જાય અને ત્યાં તેનો આયુષ્યબંધ થઈને કાલધર્મ થાય, તો તે જીવ ક્યા સ્થાનનું આયુષ્ય બાંધીને,
ક્યાં જાય ?
તે જીવના આત્મ પરિણામો જે સ્થાનની અત્યંત નિકટ હોય, તે સ્થાનનું આયુષ્ય બાંધીને, મૃત્યુ પામી, તે સ્થાનમાં ઉત્પન્ન થાય છે. કારણ કે જીવના આયુષ્ય બંધ સમયની, મૃત્યુ સમયની અને જન્મ સમયની એક જ લેશ્યા હોય છે અર્થાત તે ત્રણેમાં તેના આત્મ પરિણામોમાં સમાનતા હોય છે.
જે રીતે કોઈ વ્યક્તિ ગંતવ્ય સ્થાન પર જવા માટે નીકળ્યો, અર્ધો પંથ ચાલ્યા પછી કોઈ વિકટ પરિસ્થિતિ આવે તો તે વ્યક્તિ પોતે જ્યાં હોય તેની નિકટનું સુરક્ષિત સ્થાન હોય ત્યાં પહોંચી જાય છે. આ રીતે જીવ પણ પોતાના આત્મપરિણામો અનુસાર તે સ્થાનનું અથવા તેના નિકટના સ્થાનનું આયુષ્ય બાંધી, તે સ્થાનમાં જન્મ ધારણ કરે છે.
જીવ એક ભવમાંથી મૃત્યુ પામી, બીજા ભવમાં જન્મ ધારણ કરવા માટે જે એક, બે કે ત્રણ સમયની વિગ્રહગતિ કરે, તેને શીઘ્રગતિ કહેવાય છે. કારણ કે એક, બે કે ત્રણ સમયમાં તે જીવ સાત રજ્જ ક્ષેત્રને પસાર કરીને ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત કરી શકે છે. એકેન્દ્રિય જીવો અધોલોકાંતથી ઊર્ધ્વલોકાંત પર્યંતના ચૌદ રજ્જુ પરિમાણ ક્ષેત્રને પણ પસાર કરે છે. છદ્મ જીવોની અન્ય કોઈ પણ ક્રિયામાં અસંખ્યાત સમય થાય છે. તેથી તેને શીઘ્રગતિ કહેવાતી નથી.
ઉત્પત્તિ સ્થાનની પ્રાપ્તિના પ્રથમ સમયવર્તી જીવ અનંતરો૫૫ન્નક, દ્વિતીયાદિ સમયવર્તી જીવ પરંપરોપપજ્ઞક અને વિગ્રહગતિમાં વર્તતા જીવ અનંતર-પરપશનુપપન્નક કહેવાય છે.
નરકાદિ ગતિમાંથી મૃત્યુ પામીને ત્યાંથી નીકળીને બીજા ભવની પ્રાપ્તિના પ્રથમ સમયવર્તી જીવ અનંતર નિર્ગત, દ્વિતીયાદિ સમયવર્તી જીવ પરંપર નિર્ગત અને વિગ્રહગતિમાં વર્તતા જીવો અનંતરપરંપર અનિર્ગત કહેવાય છે.
પ્રથમ સમયમાં જેની ઉત્પત્તિ ખેદયુક્ત હોય તે અનંતરખેદોપપજ્ઞક, જેની ખેદયુક્ત ઉત્પત્તિને બે, ત્રણાદિ સમય વ્યતીત થઈ ગયા હોય તે પરંપર ખેદોપપન્નક અને વિગ્રહગતિમાં વર્તતા વો અનંતરપરંપર ખેદોપપન્નક કહેવાય છે. આ જ રીતે અનંતર ખેદ નિર્ગતાદિ પણ સમજી લેવું.
અનંતરોપપજ્ઞક, અનંતરનિર્ગત કે વિગ્રહગતિમાં વર્તતો જીવ કોઈ પણ ગતિનું આયુષ્ય બાંધી શકતો નથી. કારણ કે તે સમયે આયુષ્ય બંધને યોગ્ય અધ્યવસાય હોતા નથી. પરંપરોપપજ્ઞક, પરંપર નિર્ગત કે પરંપર ખેદોપપજ્ઞક જીવ પોતાની યોગ્યતા અનુસાર આયુષ્યબંધ કરી શકે છે.
܀܀܀܀܀