________________
૧૦૪
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-૧૩ઃ ઉદ્દેશક-૯ |
જે સંક્ષિપ્ત સાર
જે
આ ઉદ્દેશકમાં સાધુની વિવિધ પ્રકારની વૈક્રિયશક્તિનું પ્રતિપાદન છે. * તપ-સંયમની આરાધના કરતાં સાધુને અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટ થાય છે. વિવિધ પ્રકારના રૂપો બનાવવાની જે લબ્ધિ ઉત્પન્ન થાય તેને વૈક્રિય લબ્ધિ કહે છે. વૈક્રિય લબ્ધિથી સાધુ પોતાની ઇચ્છાનુસાર અનેકરૂપ બનાવીને તેના દ્વારા પોતાનું કાર્ય કરી શકે છે. સૂત્રકારે ભિન્ન ભિન્ન સૂત્રો દ્વારા તેની વિવિધતાનું દર્શન કરાવ્યું છે. * તે અણગાર પશુ-પક્ષીના રૂપ બનાવીને આકાશમાં ગમન કરી શકે છે. સોના, ચાંદી આદિ ધાતુઓની પેટીની વિક્રિયા કરીને, તે હાથમાં લઈને ગમન કરી શકે છે. ઘટ, પટ, કટ આદિ કોઈ પણ રૂપ બનાવી શકે છે. આ તેનું સામર્થ્ય માત્ર છે. અમારી અણગાર લબ્ધિ પ્રયોગ કરતા નથી. * કોઈ સાધુ પરિસ્થિતિવશ પણ લબ્ધિ પ્રયોગ કરે તો તે માયી અણગાર કહેવાય છે. લબ્ધિ પ્રયોગ કરવો તે પ્રમત્ત (પ્રમાદ) ભાવ છે. અહીં માયી શબ્દપ્રયોગ, પ્રમાદ કે દોષ અર્થમાં છે. તેનું સેવન કરનાર માયી કહેવાય છે. લબ્ધિ પ્રયોગ કર્યા પછી જો તે દોષની આલોચનાદિ કરી લે તો તે અમારી કહેવાય છે અને તે આરાધક થાય છે. લબ્ધિપ્રયોગની આલોચનાદિ દ્વારા શુદ્ધિ ન કરે તો તે સાધક વિરાધક થાય છે.
આ રીતે આ ઉદ્દેશકમાં અણગારની લબ્ધિની ક્ષમતા દર્શાવીને તેઓને આરાધના માટે લબ્ધિપ્રયોગથી દૂર રહેવાની પ્રેરણા આપી છે.