________________
૧૦૨
શ્રી ભગવતી સૂત્ર–૪
વિવેચન
પંડિત મરણ – જ્યાં સુધી શરીર આત્મગુણોની વૃદ્ધિમાં સહાયક હોય, ત્યાં સુધી સાધક તે શરીરને વહન કરે છે અને જ્યારે તે કાર્યક્ષમ ન રહે, ત્યારે સાધક સ્વેચ્છાથી શરીરનો ત્યાગ કરે, તેને પંડિતમરણ કહે છે. આ પંડિતમરણ કે સમાધિમરણમાં કોઈ પણ પ્રકારનો આવેશ હોતો નથી પરંતુ પૂર્ણ શાંતિ અને સ્વસ્થતા હોય છે.
પાદપોપગમન ઃ– ચારે પ્રકારના આહારનો જીવન પર્યંત ત્યાગ કરીને, પાદપ એટલે વૃક્ષની પડી ગયેલી શાખાની જેમ સંપૂર્ણ રૂપે નિશ્ચેષ્ટ અર્થાત્ સર્વ પ્રકારની યૌગિક ચેષ્ટાઓથી રહિત બનીને, મૃત્યુ પર્યંત આત્મભાવમાં લીન બની જવું, તેને પાદપોપગમન કહે છે. તેમાં શરીર સંસ્કાર, સેવા-શુશ્રુષા આદિ કોઈ પણ પ્રતિકર્મ નથી. તેથી તેને અપ્રતિકર્મ કહે છે.
ભક્ત પ્રત્યાખ્યાન :– જીવન પર્યંત ત્રણ અથવા ચારે આહારનો ત્યાગ કરીને, આત્મભાવમાં રહેવું તે ભક્ત પ્રત્યાખ્યાન છે. તેમાં શારીરિક હલન-ચલન, આવશ્યકતાનુસાર સેવા-શુશ્રુષા આદિની છૂટ હોય છે. તેથી તેને સપ્રતિકર્મ કહે છે. પડિતમરામાં બેંગત મરણનો પણ ઉલ્લેખ છે. પરંતુ તેનો સમાવેશ ભક્ત પ્રત્યાખ્યાનમાં થઈ જાય છે.
બીહારમ :- જેમાં શરીરનું નિહરણ એટલે શરીરની અગ્નિસંસ્કાર આદિ ઉત્તરક્રિયા કરવામાં આવે તેને નિહારિમ કહે છે અર્થાત્ સાધક જે સ્થાનમાં (ઉપાશ્રયમાં) મરણ પામે તે સ્થાનથી અન્યત્ર લઈ જઈને, તેના મૃત શરીરની અંતિમવિધિ કરાય છે, તેને નિહારિમ કહે છે.
અળીહરિમ :- જેના શરીરનું નિહરણ કરવામાં ન આવે અર્થાત્ સાધક જે સ્થાનમાં(જંગલ આદિમાં) મૃત્યુ પામે ત્યાં જ તેના મૃતદેહને છોડી દેવાય; જેના મૃતદેહની કોઈ અંતિમ વિધિ કરવામાં આવતી નથી તેને અનિહારિમ કહે છે. પાદપોપગમન અને ભક્ત-પ્રત્યાખ્યાન બંને પ્રકારના મરણના નિહારિમ અને અનિારિમ ભેદ થાય છે.
|| શતક ૧૩/૦ સંપૂર્ણ ॥