________________
[
૬૮
]
શ્રી ભગવતી સૂત્ર-૪
પ્રદેશ અવગાઢ હોય છે. પ્રશ્ન- હે ભગવન્! ત્યાં જીવાસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! અનંત હોય છે. આ રીતે અદ્ધા-સમય સુધી કથન કરવું જોઈએ. ७८ जत्थ णं भंते! अहम्मत्थिकाए ओगाढे तत्थ केवइया धम्मत्थिकाय-पएसा ओगाढा? गोयमा ! असंखेज्जा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન! જ્યાં અધર્માસ્તિકાય દ્રવ્ય અવગાઢ હોય છે, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે? ઉત્તર- હે ગૌતમ! અસંખ્ય પ્રદેશ અવગાઢ હોય છે. ७९ केवइया भंते ! अहम्मत्थिकायपएसा ओगाढा?
गोयमा !णत्थि एक्को वि। सेसंजहा धम्मत्थिकायस्स । एवंसव्वे,सट्ठाणेणत्थि एक्को विभाणियव्वं, परहाणे आइल्लगा तिण्णि असंखेज्जा भाणियव्वा, पच्छिल्लगा तिण्णि अणंता भाणियव्वा जावजत्थ अद्धासमए ओगाढे तत्थ केवइया अद्धासमया
ओगाढा?णत्थि एक्को वि। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ત્યાં અધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય છે?
ઉત્તર- એક પણ નહીં. શેષ સર્વકથન ધર્માસ્તિકાયની સમાન જાણવું જોઈએ. આ રીતે ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના “સ્વ-સ્થાનમાં એક પણ પ્રદેશની અવગાઢતા નથી અને પરસ્થાનમાં પ્રથમના ત્રણ દ્રવ્યોના (ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયના) અસંખ્ય પ્રદેશ કહેવા જોઈએ અને શેષ ત્રણ દ્રવ્યો(જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને અદ્ધા-સમય)ના અનંત પ્રદેશ કહેવા જોઈએ યાવતુપ્રશ્ન-જ્યાં અદ્ધા-સમય અવગાઢ છે ત્યાં કેટલા અદ્ધા-સમય અવગાઢ હોય છે ? ઉત્તર- એક પણ સમય અવગાઢ હોતા નથી; ત્યાં સુધી કથન કરવું. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં નવમા અવગાહના દ્વારથી છ દ્રવ્યોના પ્રદેશોની પરસ્પર અવગાઢતાનું અને એ દ્રવ્યોની સ્વસ્થાન અને પરસ્થાનના પ્રદેશો સાથેની અવગાઢતાનું કથન છે. સ્પર્શના અવગાઢતા - પૂર્વ સૂત્રોમાં આઠમા દ્વાર રૂપે ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોની પરસ્પર સ્પર્શના કહી છે અને પ્રસ્તુત નવમા દ્વારમાં તે દ્રવ્ય પ્રદેશોની અવગાઢતા કહી છે. (૧) સ્પર્શના છએ દિશામાં અને સ્વસ્થાનમાં હોય શકે છે પરંતુ અવગાઢતા માત્ર સ્વસ્થામાં જ હોય છે. તેથી તે બનેનું કથન જુદા-જુદા દ્વારથી કર્યું છે. ધમસ્તિકાય આદિના પ્રદેશની અવગાઢતા - ધર્માસ્તિકાયના એક પ્રદેશ પર ધર્માસ્તિકાયના અન્ય પ્રદેશ અવગાઢ થઈ શકતો નથી. અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયનો એક-એક પ્રદેશ અવગાઢ હોય છે. જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાયના અનંત પ્રદેશ અવગાઢ હોય છે. અદ્ધાસમય મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે. તેથી ધર્માસ્તિકાયના પ્રદેશ પર અદ્ધા-સમય કદાચિત્ અવગાઢ હોય, કદાચિતુ ન હોય, જ્યાં હોય ત્યાં અનંત પ્રદેશ અવગાઢ હોય. અધર્માસ્તિકાયનું કથન ધર્માસ્તિકાયની સમાન જાણવું જોઈએ.
આકાશાસ્તિકાયના એક પ્રદેશ પર ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોના પ્રદેશ કદાચિત્ અવગાઢ હોય,