________________
બુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી
શ્રી રમણિકભાઈ ભગવાનજી અવલાણી નદી, વૃક્ષ, વાદળ, ચંદનનું જીવન પરોપકાર માટે જ હોય છે. તેમ સજ્જન પુરુષોનું જીવન પણ પરોપકાર માટે જ હોય છે. સર્જન મનુષ્યો સત્સંગને પ્રાપ્ત કરી પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિનો પરમાર્થે ઉપયોગ કરી જીવન સફળ કરે છે.
માતા અમૃતબેન અને પિતા ભગવાનજી જાદવજીભાઈ અવલાણીના સંસ્કારો પુત્ર અને પુત્રવધુ શ્રી નવીનચંદ્ર - તારાબેન, શ્રી રમણિકલાલ-ઈલાબેન, શ્રી હરસુખલાલતરૂબેન તથા પૌત્ર પરિવારમાં શ્રી દિનેશચંદ્ર-સુજાતાબેન, શ્રી મહેશચંદ્ર-ભાવનાબેન, શ્રી શૈલેશભાઈ-હેમાબેન, શ્રી નિલેશભાઈ-નિધિબેનમાં પૂર્ણ થયા અવતરિત થયા છે.
પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. તથા પૂ. વીરમતિબાઈ મ.ના કલકત્તાના ચાતુર્માસ દરમ્યાન અવલાણી પરિવાર ધર્મરંગે રંગાઈ ગયો. યુવા પેઢીના કદમ ગુરુ દર્શન, ગુરુ સાંનિધ્ય અને ગુરૂ સત્સંગમાં આવવા થનગનવા લાગ્યા.
ત્રિદિવસીય આગમ પ્રોજેક્ટ અને જૈન આગમો પરના પૂ. ગુરુદેવના એક મહિનાથી ચાલતા પ્રવચનના માધ્યમથી આગમનું મહત્ત્વ જાણીને તથા મહાપુણ્યોદયે આગમ હાથમાં, કાનમાં અને હૃદયમાં વસે છે, તે વાત જાણીને આગમ પ્રકાશનમાં સહયોગ આપી સર્વના હૃદયને આગમમય બનાવવા ભાવ જાગૃત થયા.
જે મુખેથી આગમ ભાવ શ્રવણ થઈ રહ્યા છે, તે ગુરુદેવ પ્રતિ પૂજ્યતા અને પ્રિયતાના ભાવોને વ્યક્ત કરતાં શ્રી રમણિકભાઈએ પૂ. ગુરુદેવના ૩૯ભા જન્મદિનના અવસરે આગમ પ્રકાશનમાં શ્રુતાધાર બની શ્રુત ભક્તિને પ્રગટ કરી છે. આપની શ્રુતભક્તિ આત્મસ્થ શ્રુતશક્તિને પ્રગટ કરે તેવી ભાવના સહધન્યવાદ.
ગરપ્રાણ પ્રકાશન
PARASDHAM