________________
| ૩૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
એક દ્રવ્ય પરિણત પુદ્ગલ - ४१ एगे भंते ! दव्वे किं पओगपरिणए, मीसापरिणए, वीससापरिणए ? गोयमा ! पओगपरिणए वा, मीसापरिणए वा, वीससापरिणए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક દ્રવ્ય શું પ્રયોગ પરિણત હોય છે, મિશ્ર પરિણત હોય છે અથવા વિસસા પરિણત હોય છે? ઉત્તર- હે ગૌતમ! એક દ્રવ્ય પ્રયોગ પરિણત હોય અથવા મિશ્ર પરિણત હોય અથવા વિસસા પરિણત હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં એક દ્રવ્ય પરિણામના ભેદનું કથન છે. એક દ્રવ્યના પરિણમનને એક દ્રવ્ય પરિણામ કહે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને એક જીવ એક દ્રવ્યરૂપ છે. તેમાં માત્ર વિસસા (સ્વાભાવિક) પરિણમન જ થાય છે.
પુદ્ગલ દ્રવ્ય અનંત દ્રવ્યરૂપ છે. એક પરમાણુથી લઈને અનંતપ્રદેશી સુધી પ્રત્યેક સ્કંધ એક દ્રવ્ય કહેવાય છે. તેવા અનંતાનંત સ્કંધો હોવાથી પુદ્ગલ દ્રવ્ય અનંત દ્રવ્યરૂપ છે; તે એક દ્રવ્યરૂપે હોય, બે દ્રવ્યરૂપે હોય કે અનંત દ્રવ્યરૂપે હોય તેમાં ત્રણ પ્રકારનું પરિણમન થાય છે. તેથી જ પ્રસ્તુત સૂત્રમાં એક દ્રવ્યથી પુદ્ગલ દ્રવ્યનું ગ્રહણ થાય છે. એક સમયે એક પુદ્ગલ સ્કંધમાં ત્રણ પરિણામમાંથી કોઈ પણ એક પરિણામ હોય છે.
પૂર્વના સૂત્રોમાં જીવોના ભેદમાં પ્રયોગ પરિણત આદિનું કથન કર્યું છે. તે શરીર અને કર્મ સહિતના સંસારી જીવોમાં શરીરાદિરૂપે રહેલા પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ છે. એક દ્રવ્ય પ્રયોગ પરિણત પુદ્ગલ :४२ एगे दव्वेणं भंते ! जइ पओगपरिणए किं मणप्पओगपरिणए, वयप्पओगपरिणएकायप्पओगपरिणए ?
गोयमा ! मणप्पओगपरिणए वा, वयप्पओगपरिणए वा, कायप्पओगपरिणए વા | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જો એક “દ્રવ્ય પ્રયોગ પરિણત” હોય છે, તો તે શું મનપ્રયોગ પરિણત છે, વચન પ્રયોગ પરિણત છે કે કાય પ્રયોગ પરિણત હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે મનપ્રયોગ પરિણત હોય અથવા વચન પ્રયોગ પરિણત હોય અથવા કાય પ્રયોગ પરિણત હોય છે.