________________
શતક-૧૨ઃ ઉદ્દેશક-૧૦
કથંચિત્ નોઆત્મરૂપ અને કથંચિત્ અવક્તવ્યરૂપ છે ત્યાં સુધીના પૂર્વોક્ત છ વિકલ્પવાળો છે?
ઉત્તર- હે ગૌતમ ! (૧) ક્રિપ્રદેશ સ્કંધ સ્વસ્વરૂપની અપેક્ષાએ આત્મરૂપ છે, (૨) પરસ્વરૂપની અપેક્ષાએ નોઆત્મરૂપ છે અને (૩) ઉભયરૂપથી અવક્તવ્ય છે (૪) એક દેશમાં સદ્ભાવ પર્યાયની વિવક્ષાએ તથા એક દેશમાં અભાવ પર્યાયની વિવક્ષાએ ક્રિપ્રદેશ સ્કંધ આત્મરૂપ અને નોઆત્મરૂપ છે (૫) એક દેશમાં, સભાવ પર્યાયની અપેક્ષાએ અને એક દેશમાં સદ્ભાવ અને અસદ્ભાવ, આ બંને પર્યાયોની સમ્મિલિત અપેક્ષાએ ક્રિપ્રદેશી ઢંધ આત્મરૂપ અને સદસરૂપ ઉભયરૂપ હોવાથી અવક્તવ્ય છે (૬) એક દેશમાં અસદ્ભાવ પર્યાયની અપેક્ષા અને એક દેશમાં સદ્ભાવ અસદ્ભાવરૂપ ઉભય પર્યાયની વિવક્ષાએ દ્વિ પ્રદેશી અંધ નોઆત્મ રૂપ અને અવક્તવ્યરૂપ છે. તેથી હે ગૌતમ! પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે. વિવેચન :પરમાણુ યુગલ :- (૧) સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ સરૂપ-આત્મરૂપ (૨) પર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ અસરૂપ-નોઆત્મરૂપ અને (૩) ઉભય પર્યાયની અપેક્ષાએ
અવક્તવ્ય છે. આ ત્રણ ભંગ થાય છે. હિપ્રદેશી આંધ :- દ્ધિપ્રદેશી સ્કંધમાં છ ભંગ થાય છે. તેમાં ત્રણ ભંગ પૂર્વવતુ સંપૂર્ણ સ્કંધની અપેક્ષાએ થાય છે. (૧) કથંચિત્ આત્મરૂપ - ક્રિપ્રદેશ સ્કંધ સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ આત્મરૂપ છે. (૨) કથંચિત્ નોઆત્મરૂપ - પર દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવની અપેક્ષાએ નો આત્મરૂપ છે. (૩) કથંચિત્ અવકતવ્ય :- ઉભય પર્યાયની અપેક્ષાએ તે અવકતવ્ય છે. આ ત્રણ ભંગનું કથન સંપૂર્ણ ઢિપ્રદેશી ઢંધની અપેક્ષાએ હોવાથી સકલાદેશ રૂપ છે. શેષ ત્રણ ભંગ તેના બે અંશની વિવક્ષા કરીને તેના દેશની અપેક્ષાએ થાય છે. (૪) કથંચિત્ આત્મરૂપ કર્થચિત્ નોઆત્મરૂપ - ક્રિપ્રદેશ સ્કંધમાં બે અંશ થઈ શકે છે. તે બંને અંશમાં ભિન્ન ભિન્ન અપેક્ષાઓ કરી શકાય છે. જેમ કે તેનો એક અંશ સરૂપ છે, બીજો અંશ અસત્ પણ છે. આ બંને વિવક્ષા ક્રમિક કરીએ તો ચોથો ભંગ કથંચિત્ આત્મરૂપ કથંચિતુ નોઆત્મરૂપ થાય છે. (૫) કથંચિત્ આત્મરૂપ અવક્તવ્ય – તેના બે અંશમાંથી એક અંશમાં સત્ ધર્મની અને બીજા અંશમાં સતુ અને અસતુ બંને ધર્મની સાથે વિવક્ષા કરીએ, તો તે કથંચિત્ આત્મરૂપ અવક્તવ્ય થાય છે. () કથંચિત્ નોઆત્મરૂપ અવક્તવ્ય :- તેના બે અંશમાંથી એક અંશમાં અસતુ ધર્મની અને બીજા અંશમાં સતુ અને અસતુ બંને ધર્મની સાથે વિવક્ષા કરીએ, તો તે કથંચિતુ નોઆત્મરૂપ અવક્તવ્ય થાય છે.
સાતમો ભંગ કથંચિત્ આત્મા, કથંચિતુ નોઆત્મા, કથંચિત્ અવક્તવ્ય છે. તે ભંગ ત્રિસંયોગી છે. ઢિપ્રદેશી સ્કંધમાં બે અંશ જ થઈ શકે છે. તેથી ત્રિસંયોગી ભંગ થતો નથી. સકલાદેશ - સંપૂર્ણ સ્કંધની અપેક્ષાએ કથન કરવું તેને સકલાદેશ કહે છે.
કથંચિત્ સરૂપ, કથંચિત્ અસરૂપ અને કથંચિત્ અવક્તવ્ય, આ સાતમો ભંગ ત્રિપ્રદેશી આદિ સ્કંધોમાં હોય છે તેથી તેમાં આ સાતે સાત ભંગ બને છે.