________________
૭૪૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
થાવત્ સંસારનો અંત કરે છે? ઉત્તર- હા, ગૌતમ! તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થાય છે, સંસારનો અંત કરે છે.
४ देवे णं भंते ! महिड्डीए जाव बिसरीरेसु मणीसु उववज्जेजा ? हंता, गोयमा! उववज्जेज्जा जहा णागाणं जाव सव्वदुक्खाणं अंत करेज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! મહર્તિક થાવ મહાસુખી દેવ, દ્વિશરીરી મણિઓમાં ઉત્પન્ન થાય છે? ઉત્તર- હા, ગૌતમ ! નાગની જેમ સંપૂર્ણ વર્ણન જાણવું જોઈએ.
५ देवे णं भंते ! महिड्डीए जाव बिसरीरेसु रुक्खेसु उववज्जेज्जा? ____ हता, गोयमा ! उववज्जेज्जा सेसं जहा णागाणं णवरं सण्णिहियपाडिहेरे लाउल्लोइयमहिए यावि भवेज्जा । सेसं तं चेव जाव सव्वदुक्खाणं अंतं करेज्जा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મહર્દિક યાવત્ મહાસુખી દેવ દ્વિશરીરી વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હા, ગૌતમ! ઉત્પન્ન થાય છે, શેષ વર્ણન નાગના વર્ણનની જેમ છે. પરંતુ તેની વિશેષતા એ છે કે જે વૃક્ષમાં તે ઉત્પન્ન થાય છે, તે વૃક્ષ સન્નિહિત પ્રાતિહારિક-મિત્ર દેવ દ્વારા જેનો મહિમા કરાય છે તેવા હોય છે, તથા તે વૃક્ષની પીઠિકા(ચબૂતરો) ગોબરાદિથી લીધેલી અને ખડી માટી આદિ દ્વારા પોતેલી હોય છે. શેષ પૂર્વવત્ યાવત તે સર્વ દુઃખનો અંત કરે છે.
વિવેચન :બાસુ - નાગ શબ્દના બે અર્થ હોય છે– હાથી અને સર્પ, અહીં સર્પની અપેક્ષા છે કારણ કે લોકમાં નાગ દેવની પૂજા થાય છે હાથીની પૂજા વગેરેનો વ્યવહાર થતો નથી. નાડોદ્ય મહિ:-દેવાધિષ્ઠિત વિશિષ્ટ તે વૃક્ષ બદ્ધપીઠ હોય છે. લોકો તેના ચબૂતરાને ગોબરાદિથી લીપીને સ્વચ્છ રાખે છે. નાગ અને મણી માટે ચબૂતરાનું કથન નથી, માત્ર વૃક્ષ માટે જ પાવર શબ્દ પ્રયોગ કરી કથન કર્યું છે. વિસરી :- નાગ આદિ જીવ એક શરીર નાગ આદિ ભવનું અને બીજું શરીર મનુષ્ય ભવનું ધારણ કરીને, સિદ્ધ ગતિ પ્રાપ્ત કરવાના છે. તેથી તે જીવોને દ્વિશરીરી અર્થાત્ એકાવતારી કહ્યા છે. શીલ રહિત તિર્યંચોની નરકગતિ:| ६ अह भंते ! गोलंगूलवसभे, कुक्कुडवसभे, मंडुक्कवसभे एएणं णिस्सीला णिव्वया णिग्गुणा णिम्मेरा णिप्पच्चक्खाणपोसहोववासा कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए उक्कोसेणं सागरोवमठिईयंसि णरयंसि णेरइयत्ताए उववज्जेजा?