________________
[ ૭૩ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
हंता गोयमा ! असई अदुवा अणंतखुत्तो। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શું આ જીવ, આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસમાં પ્રત્યેક નરકાવાસમાં, (સૂક્ષ્મ) પૃથ્વીકાયપણે યાવત (વ્યવહારરાશિના નિગોદની અપેક્ષાએ) વનસ્પતિકાયપણે, નરકપણે(નરકાવાસની પૃથ્વીરૂપે) અને નૈરયિકરૂપે પહેલાં ઉત્પન્ન થયા છે?
ઉત્તર- હા, ગૌતમ! અનેક વાર અથવા અનંતવાર પહેલા ઉત્પન્ન થયા છે. ५ सव्वजीवा वि णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए तीसाए णिरया वाससहस्सेसु, पुच्छा ? गोयमा ! तं चेव जाव अणतखुत्तो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સર્વ જીવ, આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી પ્રત્યેક નરકાવાસમાં પૃથ્વીકાયિક આદિ રૂપે વાવત્ વનસ્પતિકાયિકરૂપે, નરકરૂપે(નરકાવાસની પૃથ્વીરૂપે) અને નૈરયિકરૂપે, પહેલા ઉત્પન્ન થયા છે? ઉત્તર- હા, ગૌતમ! અનેક વાર અથવા અનંતવાર ઉત્પન્ન થયા છે. | ६ अयंणं भंते !जीवेसक्करप्पभाए पुढवीए पणवीसाए णिरयावाससय सहस्सेसु एगमेगसि णिरयावासंसि, पुच्छा? गोयमा ! जहा रयणप्पभाए तहेव दो आलावगा भाणियव्वा । एवं जावधूमप्पभाए। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! આ જીવ, શર્કરાપ્રભાના પચ્ચીસ લાખ નરકાવાસોમાંથી પ્રત્યેક નરકાવાસમાં, પૃથ્વીકાયિક આદિ રૂપે પહેલા ઉત્પન્ન થયા છે? ઉત્તર- હા, ગૌતમ ! જે રીતે રત્નપ્રભા નરક પૃથ્વીના બે આલાપક કહ્યા છે, તે જ રીતે શર્કરાપ્રભાના પણ બે આલાપક(એક જીવ અને સર્વ જીવ) કહેવા જોઈએ. આ રીતે ધૂમપ્રભા નરક પૃથ્વી સુધી કહેવું જોઈએ.
७ अयं णं भंते ! जीवे तमाए पुढवीए पंचूणे णिरयावाससयसहस्से एगमेगसि णिरयावाससि, पुच्छा? गोयमा !तंचेव जाव अणंत खुत्तो । एवं दो वि आलावगा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ જીવ, તમ પ્રભાપૃથ્વીના પાંચ ન્યૂન એક લાખ નરકાવાસોમાંથી પ્રત્યેક નરકાવાસમાં પૂર્વે ઉત્પન્ન થયો છે? ઉત્તર- હા, ગૌતમ! પૂર્વવત્ કથન કરવું યાવતુ અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયો છે. આ રીતે એક જીવ અને સર્વ જીવના બંને આલાપક કહેવા.
८ अयं णं भंते ! जीवे अहेसत्तमाए पुढवीए पंचसु अणुत्तरेसु महइमहालए सु महाणिरएसु एगमेगंसि णिरयावासंसि पुच्छा ?
गोयमा ! जहा रयणप्पभाए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આ જીવ, અધઃસપ્તમપૃથ્વીના પાંચ અનુત્તર અને અતિ વિશાલ