________________
૭૩૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
अत्थि णं गोयमा !तस्स अयावयस्स केई परमाणुपोग्गलमेत्ते वि पएसे, जेणं तासिं अयाणं उच्चारेण वा पासवणेण वा खेलेण वा सिंघाणेण वा वंतेण वा पित्तेण वा पूएण वा सुक्केण वा सोणिएण वा चम्मेहिं वा रोमेहिं वा सिंगेहिं वा खुरेहिं वाणहेहिं वा अणक्कंतपुव्वे भवइ ?णो इणढे समढे, ___ होज्जा वि णं गोयमा ! तस्स अयावयस्स केई परमाणुपोग्गलमेत्ते वि पएसे, जेणंतासिं अयाणं उच्चारेण वा जावणहेहिं वा अणोक्कंतपुव्वे, णो चेवणंए यंसि एमहालयंसि लोगंसि लोगस्स य सासयं भावं, संसारस्स य अणाइभावं, जीवस्स यणिच्चभावं, कम्मबहुत्तं, जम्मण-मरणबाहुल्लंच पडुच्च णत्थि केइ परमाणुपोग्गलमत्ते विपएसे, जत्थ णं अयं जीवे ण जाए वा ण मए वा वि । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ एयंसिणं एमहालियंसि लोगसि णत्थि केइ परमाणु पोग्गलमत्तेपएसे जत्थणं अयं जीवेण जाए ण मए वा वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આટલા વિશાળ લોકમાં શું કોઈ પરમાણુ પુદ્ગલ જેટલો પણ આકાશ પ્રદેશ એવો છે કે જ્યાં આ જીવે જન્મ-મરણ કર્યા ન હોય ?
ઉત્તર– હે ગૌતમ! તેમ શક્ય નથી. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે?
ઉત્તર- હે ગૌતમ! જે રીતે કોઈ પુરુષ સો બકરીઓ માટે એક વિશાળ અજાવ્રજ (બકરીનો વાડો) બનાવે, તેમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ હજાર બકરીઓ રાખે અને તેના માટે પ્રચુર ઘાસ, પ્રચુર પાણી આદિ તેમાં જ નાખે, જો તે બકરીઓ ત્યાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ છ મહિના સુધી રહે ભિગવાન] હે ગૌતમ! તે વાડાનો કોઈ પરમાણુ પુદ્ગલ પ્રમાણ પ્રદેશ એવો રહી શકે છે કે જે બકરીઓના મળ, મૂત્ર, શ્લેષ્મ, નાકનો મેલ, વમન, પિત્ત, પરૂ, શુક્ર, રુધિર, ચર્મ, રોમ, શીંગ, ખુર અને નખથી સ્પર્શ ન કરાયો હોય?
(ગૌતમહે ભગવન્! તેમ શક્ય નથી.
ભિગવાન] હે ગૌતમ! કદાચિત્ તે વાડામાં કોઈ એક પરમાણુ પુદ્ગલ પ્રમાણ પ્રદેશ એવો રહી શકે છે કે જે બકરીઓના મળ-મૂત્ર યાવત નખોથી સ્પષ્ટ ન થયો હોય પરંતુ આ અતિ વિશાળ લોકમાં, લોકની શાશ્વતતાના કારણે, સંસારના અનાદિહોવાના કારણે, જીવની નિત્યતાના કારણે, કર્મની બહુલતાના કારણે અને જન્મ-મરણની બહુલતાના કારણે કોઈ પણ પરમાણુ પુલ માત્ર પ્રદેશ એવો નથી કે જ્યાં આ જીવે જન્મ-મરણ કર્યા ન હોય. તેથી હે ગૌતમ ! ઉપર્યુક્ત કથન કર્યું છે કે આટલા વિશાળ લોકમાં પરમાણુ પુલ જેટલો પણ આકાશપ્રદેશ એવો નથી કે જ્યાં આ જીવે જન્મ મરણ કર્યા ન હોય અર્થાત્ લોકના સર્વ આકાશ પ્રદેશો પર આ જીવે અનંત અનંતવાર જન્મમરણ કર્યા છે.