________________
શ્રી ભગવતી સૂત્ર–૩
દ્વિપ્રદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં અનંત પ્રદેશી સ્કંધ હોય છે. યાવત્ (૩ થી ૧૨) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં અનંત પ્રદેશી સ્કંધ હોય છે. (૧૩) એક વિભાગમાં પરમાણુ પુદ્ગલ અને બીજા બે વિભાગમાં બે અનંતપ્રદેશી હોય છે. (૧૪) એક વિભાગમાં દ્વિપ્રદેશી સ્કંધ બીજા બે વિભાગમાં અનંત પ્રદેશી સ્કંધ હોય છે. આ રીતે યાવત્ (૧૫ થી ૨૨) એક વિભાગમાં દશ પ્રદેશી સ્કંધ અને બીજા બે વિભાગમાં બે અનંત પ્રદેશી સ્કંધ હોય છે. (૨૩) એક વિભાગમાં એક સંખ્યાત પ્રદેશી સ્કંધ અને બીજા બે વિભાગમાં અનંત પ્રદેશી સ્કંધ હોય છે. (૨૪) એક વિભાગમાં અસંખ્યાત પ્રદેશી સ્કંધ અને બીજા બે વિભાગમાં અનંતપ્રદેશી સ્કંધ હોય છે. (૨૫) ત્રણે ત્રણ વિભાગમાં અનંત પ્રદેશી ધ હોય છે.
૬૯૨
| ३२ चउहा कज्जमाणे एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ अणतपएसिए खंधे भवइ; एवं चउक्कसंजोगो जाव असंखेज्जगसंजोगो, एए सव्वे जहेव असंखेज्जाणं भणिया तहेव अणताण वि भाणियव्वं, णवरं एक्कं अणंतगं अब्भहियं भाणियव्वं जाव अहवा एगयओ संखेज्जा संखेज्जपएसिया खंधा, एगयओ अनंतप सिए खंधे भवइ; अहवा एगयओ संखेज्जा असंखेज्जपएसिया खंधा, एगयओ अणंतपएसिए खंधे भवइ; अहवा संखेज्जा अणतपएसिया खंधा भवंति ।
ભાવાર્થ :- જ્યારે તેના ચાર વિભાગ થાય ત્યારે ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ચોથા વિભાગમાં અનંત પ્રદેશી સ્કંધ હોય છે. આ રીતે ચાર સંયોગી યાવત્ અસંખ્યાત સંયોગી સુધી કહેવું જોઈએ. આ સર્વ ભંગ અસંખ્યાતની સમાન કહેવા જોઈએ. પરંતુ અહીં એક ‘અનંત’ શબ્દ અધિક કહેવો જોઈએ યાવત્ એક તરફ સંખ્યાત, અસંખ્યાત પ્રદેશી સ્કંધ અને એક તરફ એક અનંતપ્રદેશી સ્કંધ હોય છે, અથવા સંખ્યાત અનંતપ્રદેશી સ્કંધ હોય છે.
| ३३ असंखेज्जहा कज्जमाणे एगयओ असंखेज्जा परमाणुपोग्गला, एगयओ अणंत- पएसिए खंधे भवइ; अहवा एगयओ असंखेज्जा दुपएसिया खंधा, एगयओ अनंत- पएसिए खंधे भवइ; जाव अहवा एगयओ असंखेज्जा संखेज्जपए सिया खंधा, एगयओ अनंतपएसिए खंधे भवइ; अहवा एगयओ असंखेज्जा असंखेज्जपएसिया खंधा, एगयओ अनंत पएसिए खंधे भवइ अहवा असंखेज्जा अणतपएसिया खंधा भवंति । अणंतहा कज्जमाणे अणंता परमाणुपोग्गला भवति । ભાવાર્થ:- જ્યારે તેના અસંખ્યાત વિભાગ કરીએ, ત્યારે એક વિભાગમાં પૃથ-પૃથક્ અસંખ્ય પરમાણુ પુદ્ગલ અને અન્ય વિભાગમાં અનંત પ્રદેશી સ્કંધ હોય છે. અથવા એક વિભાગમાં અસંખ્યાત દ્વિપ્રદેશી સ્કંધ અને એક વિભાગમાં અનંત પ્રદેશી સ્કંધ હોય છે યાવત્ એક વિભાગમાં અસંખ્યાત સંખ્યાતપ્રદેશી સ્કંધ અને અન્ય વિભાગમાં અનંતપ્રદેશી સ્કંધ હોય છે અથવા એક વિભાગમાં અસંખ્યાત અસંખ્યાતપ્રદેશી સ્કંધ અને અન્ય વિભાગમાં અનંતપ્રદેશી સ્કંધ હોય છે અથવા અસંખ્યાત અનંતપ્રદેશી સ્કંધ હોય છે.