________________
શ્રી ભગવતી સૂત્ર–૩
पंचहा कज्जमाणे चत्तारि परमाणुपोग्गला, एगयओ चउप्पएसिए खंधे भवइ; अहवा एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे, एगयओ तिपए- सिए खंधे भवइ; अहवा एगयओ दो परमाणु पोग्गला, एगयओ तिण्णि दुपएसिया खंधा भवति ।
ces
छहा कज्जमाणे एगयओ पंच परमाणुपोग्गला; एगयओ तिपएसिए खंधे भवइ; अहवा एगयओ चत्तारि परमाणुपोग्गला, एगयओ दो दुपएसिया खंधा भवति ।
सत्तहा कज्जमाणे एगयओ छ परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे भवइ । अट्ठहा कज्जमाणे अट्ठ परमाणुपोग्गला भवंति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આઠ પરમાણુ પુદ્ગલ એકત્રિત થાય છે ત્યારે શું થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! અષ્ટપ્રદેશી અઁધ બને છે. જો તેના વિભાગ થાય તો બે, ત્રણ યાવત્ આઠ વિભાગ થાય છે.
જ્યારે તેના બે વિભાગ થાય ત્યારે (૧) એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ અને બીજા વિભાગમાં સપ્તપ્રદેશી સ્કંધ હોય છે. (૨) એક વિભાગમાં દ્વિપ્રદેશી અંધ અને બીજા વિભાગમાં ષટ્યદેશી સ્કંધ હોય છે. (૩) એક વિભાગમાં ત્રિપ્રદેશી સ્કંધ અને બીજા વિભાગમાં પંચપ્રદેશી સ્કંધ હોય છે. (૪) બંને વિભાગમાં ચતુષ્પદેશી સ્કંધ હોય છે. (ચાર વિકલ્પ- ૧+૭, ૨+૬, ૩+૫, ૪+૪) હોય છે.
જ્યારે તેના ત્રણ વિભાગ થાય ત્યારે (૧) બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ત્રીજાવિભાગમાં ષટ્કદેશી સ્કંધ હોય છે. (૨) એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં દ્વિપ્રદેશી સંધ અને ત્રીજા વિભાગમાં પંચપ્રદેશી બંધ હોય છે. (૩) એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ, બીજા વિભાગમાં ત્રિપ્રદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં ચતુદેશી સ્કંધ હોય છે. (૪) બે વિભાગમાં બે-બે દ્વિપ્રદેશી સ્કંધ અને ત્રીજા વિભાગમાં ચતુષ્પદેશી સ્કંધ હોય છે. (૫) એક વિભાગમાં દ્વિપ્રદેશી સ્કંધ અને બે વિભાગમાં ત્રણ-ત્રણ પ્રદેશી સ્કંધ હોય છે. (પાંચ વિકલ્પ-૧+૧+૬, ૧+૨+૫, ૧+૩+૪, ૨+૨+૪, ૨+૩+૩)
જ્યારે તેના ચાર વિભાગ થાય ત્યારે (૧) ત્રણ વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ચોથા વિભાગમાં એક પંચપ્રદેશી સ્કંધ હોય છે. (૨) બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ, ત્રીજા વિભાગમાં દ્વિપ્રદેશી સ્કંધ, ચોથા વિભાગમાં ચતુષ્પદેશી સ્કંધ હોય છે. (૩) બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને બીજા બે વિભાગમાં ત્રણ-ત્રણ પ્રદેશી સ્કંધ હોય છે. (૪) એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ, બે વિભાગમાં બે દ્વિપ્રદેશી સ્કંધ, ચોથા વિભાગમાં ત્રિપ્રદેશી બંધ હોય છે. (૫) ચારે વિભાગમાં ચાર દ્વિપ્રદેશી સ્કંધ હોય છે. (પાંચ વિકલ્પ- ૧+૧+૧+૫, ૧+૧+૨+૪, ૧+૧+૩+૩, ૧+૨+૨+૩, ૨+૨ +ર+ર)