________________
શ્રી ભગવતી સૂત્ર–૩
कज्जइ, दुहा कज्जमाणे एगयओ परमाणुपोग्गले, एगयओ तिपएसिए खंधे भवइ, अहवा दो दुपएसिया खंधा भवंति । तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ दुप्पएसिए खंधे भवइ, चउहा कज्जमाणे चत्तारि परमाणुपोग्गला भवंति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચાર પરમાણુ પુદ્ગલ જ્યારે એકત્ર થાય છે, ત્યારે તેનું શું થાય છે ?
૭૨
ઉત્તર– હે ગૌતમ ! ચતુષ્ટદેશી સ્કંધ થાય છે. જો તેના વિભાગ થાય તો બે, ત્રણ કે ચાર વિભાગ થાય છે, જો બે વિભાગ થાય તો (૧) એક તરફ એક પરમાણુ પુદ્ગલ અને બીજી તરફ ત્રિપ્રદેશી બંધ રહે છે. (૨) બંને તરફ બે દ્વિપ્રદેશી સ્કંધ હોય છે. (બે વિકલ્પ–૧+૩, ૨+૨) જો ત્રણ વિભાગ થાય તો– બે વિભાગમાં એક-એક પરમાણુ પુદ્ગલ અને ત્રીજા વિભાગમાં દ્વિપ્રદેશી સ્કંધ રહે છે. (એક વિકલ્પ- ૧+૧+૨)
ચાર વિભાગ થાય તો— ચાર વિભાગમાં પૃથક્ પૃથક્ એક-એક પરમાણુ પુદ્ગલ રહે છે. (એક વિકલ્પ- ૧+૧+૧+૧).
૪ પંચ અંતે ! પરમાણુષો સ્ખલા, પુચ્છા ।
गोमा ! पंचपसिए खंधे भवइ । से भिज्जमाणे दुहा वि तिहा विचउहा वि पंचहा वि कज्जइ; दुहा कज्जमाणे एगयओ परमाणुपोग्गले, एगयओ चउपए स खंधे भवइ, अहवा एगयओ दुपएसिए खंधे, एगयओ तिपएसिए खंधे भवइ; तिहा कज्जमाणे एगयओ दो परमाणुपोग्गला, एगयओ तिप्पएसिए खधे भवइ, अहवा एगयओ परमाणुपोग्गले, एगयओ दो दुपएसिया खंधा भवंति ; चहा कज्जमाणे एगयओ तिण्णि परमाणुपोग्गला, एगयओ दुप्पएसिए खंधे भवइ, पंचहा कज्जमाणे पंच परमाणुपोग्गला भवंति ।
ભાવાર્થ:
.
1:- પ્રશ્ન- હે ભગવન્ ! પાંચ પરમાણુ પુદ્ગલ જ્યારે એકત્રિત થાય, ત્યારે તેનું શું થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! પંચ પ્રદેશી સ્કંધ થાય છે. જો તેના વિભાગ થાય તો બે, ત્રણ, ચાર અને પાંચ વિભાગ થાય છે. બે વિભાગ થાય તો (૧) એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ અને બીજા વિગભામાં ચતુષ્પદેશી સ્કંધ રહે છે. (૨) એક વિભાગમાં દ્વિપ્રદેશી સ્કંધ અને બીજા વિભાગમાં ત્રિપ્રદેશી સ્કંધ હોય છે. (બે વિકલ્પ–૧+૪, ૨+૩) જો તેના ત્રણ વિભાગ થાય તો (૧) બે વિભાગમાં પૃથક્ પૃથક્ બે પરમાણુ પુદ્ગલ અને ત્રીજા વિભાગમાં ત્રિપ્રદેશી સ્કંધ રહે છે. (૨) એક વિભાગમાં એક પરમાણુ પુદ્ગલ અને બીજા બે વિભાગમાં દ્વિપ્રદેશી બંધ રહે છે. (બે વિકલ્પ-૧+૧+૩, ૧+૨+૨)
જો તેના ચાર વિભાગ થાય તો ત્રણ વિભાગમાં પૃથક્પૃથક્ ત્રણ પરમાણુ પુદ્ગલ અને ચોથા વિભાગમાં દ્વિપ્રદેશી સ્કંધ રહે છે, (એક વિકલ્પ-૧+૧+૧+૨) જો તેના પાંચ વિભાગ થાય તો એક-એક પરમાણુરૂપે પાંચ વિભાગ થાય છે, (એક વિકલ્પ–૧+૧+૧+૧+૧)