________________
Fo
★
શ્રી ભગવતી સ્ત્ર
ભવિષ્યમાં પણ જીવ જ્યાં સુધી સંસાર પરિભ્રમણ કરવાનો છે ત્યાં સુધી તે પુદ્ગલોને ગ્રહણ કરવાનો જ છે. તેથી તેના પુદ્ગલ પરાવર્તન થયા જ કરશે. આ રીતે જીવો પોતાના મોક્ષગમનની યોગ્યતાનુસાર જઘન્ય એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાત, અસંખ્યાત કે અનંત પુદ્ગલ પરાવર્તન કરે છે અને જે જીવ એક, બે, ત્રણ ભવ ધારણ કરીને મોક્ષે જવાના છે. તેને પુદ્ગલ પરાવર્તન થતા નથી.
★
૨૪ દંડકના જીવોમાં જે જીવોને જે પુદ્ગલ ગ્રહણની યોગ્યતા હોય તે પ્રમાણે તેને પુદ્ગલ પરાવર્તન થાય છે. જેમકે નારકી અને દેવપણે વૈકિય પુદ્ગલ પરાવર્તન, પૃથ્વીકાયાદિપણે ઔદારિક પુદ્દગલ પરાવર્તન, તૈજસ, કાર્પણ અને શ્વાસોચ્છ્વાસ પુદ્ગલ પરાવર્તન ૨૪ દંડકના જીવોમાં થાય છે. પાંચ સ્થાવર જીવોને મનપુદ્ગલ પરાવર્તન કે વચન પુદ્ગલ પરાવર્તન નથી, વિકલેન્દ્રિય જીવોને મનપુદ્ગલ પરાવર્તન નથી.
પ્રત્યેક પુદ્ગલ પરાવર્તનમાં અનંતકાલ વ્યતીત થાય છે. તેમ છતાં તેમાં તરતમતા છે– (૧) સર્વથી થોડો કાર્મા પુદ્ગલ પરાવર્તનનો કાલ છે. કારણ કે જીવ ૨૪ દંડકમાં જ્યાં જાય ત્યાં સમયે સમયે તેનું ગ્રહણ કરે છે. તેથી તે સમસ્ત પુદ્ગલોનું ગ્રહણ શીઘ્ર થઈ જાય છે. (૨) તેનાથી તૈજસ પુદ્ગલ પરાવર્તનનો કાલ અધિક છે. કારણ કે તેના પુદ્ગલો કાર્મણની અપેક્ષાએ સમયે સમયે અલ્પ ગ્રહણ થાય છે. (૩) તેનાથી ઔદારિક પુદ્ગલ પરાવર્તનકાલ અધિક છે કારણ કે મનુષ્ય કે અને તિર્યંચ ગતિમાં જ તેનું ગ્રહણ થાય છે. (૪) તેનાથી શ્વાસોચ્છ્વાસ પુદ્ગલ પરાવર્તનકાલ અધિક છે કારણ કે અપર્યાપ્તાવસ્થામાં તેનું ગ્રહણ થતું નથી અને દેવો દીર્ઘકાલે શ્વાસ લે છે. (૫) તેનાથી મનપુદ્ગલ પરાવર્તનકાલ અધિક છે કારણ કે સંશી જીવો જ તેનું ગ્રહણ કરે છે. (૬) તેનાથી વચન પુદ્ગલ પરાવર્તનકાલ અધિક છે, કારણ કે જીવોને મનપ્રયોગની અપેક્ષાએ વચન પ્રયોગ અલ્પ સમય થાય છે. (૭) તેનાથી વૈક્રિય પુદ્ગલ પરાવર્તનકાલ અધિક છે કારણ કે દીર્ઘકાલીન ભવભ્રમણમાં વૈકિય શરીર ક્યારેક જ પ્રાપ્ત થાય છે.
ઉપરોક્ત કાલમાનના આધારે તે સાતે પુદ્ગલ પરાવર્તનમાં અલ્પબહુત્વ ઘટિત થાય છે. વૈક્રિય પુદ્ગલ પરિવર્તનનું કાલમાન સર્વથી અધિક છે. તેથી જીવને વૈક્રિય પુદ્ગલ પરાવર્તન સર્વધી થોડા થાય છે, તેનાથી વચન પુદ્ગલ પરાવર્તન, મનપુદ્ગલ પરાવર્તન, શ્વાસોચ્છ્વાસ, ઔદારિક, તૈજસ અને કાર્મણ પુદ્ગલ પરાવર્તન ક્રમશઃ અનંતગુણા છે.
આ રીતે આ ઉદ્દેશકમાં સૂત્રકારે પુદ્ગલોની અનંતતા, તેના ગ્રહણ અને ત્યાગના કાલમાનની પણ અનંતતાને સમજાવી છે, પુદ્ગલ સંબંધ જ જીવના ભવ ભ્રમણનું કારણ છે. તે વિષય પણ સહજ સ્પષ્ટ થઈ જાય છે.