________________
શતક-૧૨: ઉદ્દેશક-૪
[ ૬૯]
s૬૯
શતક-૧ર : ઉદ્દેશક-૪) જે
સંક્ષિપ્ત સાર આ ઉદ્દેશકમાં પરમાણુ આદિની સંઘાત અને ભેદથી થતી પરિસ્થિતિનું તેમજ પુદ્ગલ પરાવર્તનનું વિસ્તૃત વિવેચન છે. પરમાણુ પુદ્ગલ નિરંશ અને નિરવયવી છે. તેથી તેના કોઈ વિભાગ થતા નથી. બે કે અધિક પરમાણુ ભેગા થાય અને તેમાં બંધની યોગ્યતા હોય તો તેનો સંઘાત થાય અને તેમાંથી ક્રિપ્રદેશ, ત્રિપ્રદેશી સ્કંધ બને છે અને સ્કંધની કાલમર્યાદા પૂર્ણ થતાં તેના વિભાગ પણ થઈ જાય છે, સૂત્રકારે તે વિષયને વિવિધ વિકલ્પોથી સમજાવ્યો છે.
*
દ્વિપ્રદેશી સ્કંધના બે વિભાગ થાય છે. બંને તરફ એક-એક પરમાણુ પુદગલ રહે છે. [૧+૧]
ત્રિપ્રદેશી સ્કંધના બે અથવા ત્રણ વિભાગ થાય છે. પરમાણુ+દ્ધિપ્રદેશી ઢંધ [૧૨] અથવા ત્રણ પરમાણુ પુદ્ગલ [૧+૧+૧].
ચાર પ્રદેશી સ્કંધના બે, ત્રણ અથવા ચાર વિભાગ થાય. બે વિભાગ થાય ત્યારે ૧+૩, ૨+ર થાય ત્રણ વિભાગ થાય ત્યારે ૧+૧+૨, ચાર વિભાગ થાય ત્યારે ૧+૧+૧+૧ થાય છે.
આ રીતે પંચપ્રદેશી, ષટ્રપ્રદેશી યાવત સંખ્યાત, અસંખ્યાત કે અનંતપ્રદેશી સ્કંધમાં ભેદ થાય ત્યારે યથાશક્ય વિવિધ વિકલ્પો થાય છે.
આ સમગ્ર લોક વિવિધ પ્રકારના પુદ્ગલ દ્રવ્યોથી વ્યાપ્ત છે. તેમાં સમાન જાતિના પુદ્ગલ દ્રવ્યોની એક વર્ગણા બને છે. તેવી અનંતાનંત વર્ગણાઓ છે. તે સમસ્ત વણાઓની વિવિધતાને શાસ્ત્રકારે સાત વિભાગમાં વિભક્ત કરી છે. (૧) ઔદારિક (૨) વૈક્રિય (૩) તૈજસ (૪) કાર્મણ (૫) મનોવર્ગણા (૬) વચનવર્ગણા (૭) શ્વાસોચ્છવાસ વર્ગણા. જીવો પુદ્ગલો ગ્રહણ કરે છે અને છોડે છે.
જ્યારે કોઈપણ એક જીવ આ લોકમાં રહેલા સમસ્ત ઔદારિક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે તેમાં જેટલો કાલ વ્યતીત થાય તેને એક ઔદારિક પુદ્ગલ પરાવર્તન કહે છે. આ રીતે સાત પ્રકારની વર્ગણાઓને આધારે પુગલ પરાવર્તનના પણ સાત પ્રકાર કહ્યા છે.
એક પુદ્ગલ પરાવર્તનમાં અનંત ઉત્સર્પિણી અને અનંત અવસર્પિણીકાલ વ્યતીત થાય છે.
જીવ અનાદિકાલથી સંસાર પરિભ્રમણ કરે છે, તેથી પ્રત્યેક જીવે ભૂતકાળમાં પૂર્વોક્ત અનંતાનંત પુદ્ગલ પરાવર્તનો કર્યા છે.