________________
[ ૬૪૪]
શ્રી ભગવતી સૂત્ર-૩
४ तएणंतेसमणोवासगासमणस्स भगवओ महावीरस्स अंतियं धम्मंसोच्चा णिसम्म हतुट्ठासमणं भगवं महावीरं वंदति णमंति, वंदित्ता णमंसित्ता पसिणाइंपुच्छति पुच्छित्ता अट्ठाइंपरियादियंति,परियादियित्ता उर्दुति,उठेत्ता समणस्स भगवओमहावीरस्स अतियाओ कोट्ठयाओचेच्याओपडिणिक्खमंति, पडिणिक्ख मित्ताजेणेव सावत्थी णयरीतेणेव पहारस्थ સામણા ભાવાર્થ:- તે શ્રમણોપાસક ભગવાન પાસેથી ધર્મોપદેશ સાંભળીને અને અવધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થયા. શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને પ્રશ્ન પૂછ્યા; તેના અર્થને ગ્રહણ કર્યા ત્યારપછી પોતાની ઉત્થાન શક્તિથી ઊયા, ઊભા થઈને કોષ્ઠક ઉદ્યાનમાંથી નીકળ્યા, નીકળીને શ્રાવસ્તી નગરી તરફ રવાના થયા. વિવેચન :
આ ઉદ્દેશકના ઉપોદ્ઘાતરૂપ પ્રથમ સૂત્રમાં શ્રાવસ્તી નગરીના બે મુખ્ય શ્રાવકોનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. શ્રાવસ્તી :- પ્રાચીન કાળમાં ભગવાન મહાવીર અને મહાત્મા બુદ્ધના યુગમાં શ્રાવસ્તી એક સમૃદ્ધ નગરી હતી. ઇતિહાસમાં અનેક સ્થાને તેનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ત્યાંનું કોષ્ઠક ઉદ્યાન પણ પ્રસિદ્ધ હતું.
જ્યાં કેશી-ગૌતમનો સંવાદ થયો હતો. વર્તમાને શ્રાવસ્તીનું નામ “સેહટ-મેહટ’ છે. તેમ શોધ કરનાર વિશેષજ્ઞ કહે છે. તે પહેલા જેવી સમૃદ્ધ રહી નથી.
પ્રભુ મહાવીરનું ત્યાં પદાર્પણ થયું. અનેક શ્રાવકો ત્યાં ગયા. પોતાના પ્રશ્નોનું સમાધાન કરીને જીવનને ધન્ય બનાવ્યું. શ્રમણોપાસકોની પૌષધ આરાધના :| ५ तएणं से संखे समणोवासए ते समणोवासए एवं वयासी- तुझे णं देवाणुप्पिया! विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेह, तएणं अम्हे तं विपुलं असणं पाणं खाइमं साइमं आसाएमाणा विसाएमाणा परिभाए माणा परिभुंजेमाणा पक्खियं पोसहं पडिजागरमाणा विहरिस्सामो । तएणं ते समणोवासगा संखस्स समणोवासगस्स एयमटुं विणएणं पडिसुर्णेति। શબ્દાર્થ-૩વFઉડાવેદ તૈયાર કરાવો નાસીપી -આસ્વાદન કરતા વિપક્ષી વિશેષ આસ્વાદન કરતા પરિમાણT = પરસ્પર એક બીજાને, આપતા પરમુની સંપૂર્ણ રીતે ભોગવતાં. ભાવાર્થ - ત્યાર પછી શંખ શ્રમણોપાસકે અન્ય શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો!