________________
શતક-૧૨: ઉદ્દેશક-૧
૬૪૯
(૨૦) માયા :- ઉદ્દેશકના પ્રારંભમાં આઠ પ્રકારના આત્મા સંબંધી પ્રતિપાદન હોવાથી, આ દશમા ઉદ્દેશકનું નામ “આત્મા” છે. શંખ અને પુષ્કલીનો સંક્ષિપ્ત પરિચય:
२ तेणं कालेणं तेणं समएणं सावत्थी णाम णयरी होत्था, वण्णओ । कोट्ठए चेइए, वण्णओ । तत्थ णं सावत्थीए णयरीए बहवे संखप्पामोक्खा समणोवासगा परिवसंति अड्डा जाव बहुजणस्स अपरिभूया; अभिगयजीवाजीवा जाव अहापरिग्गहिएहिं तवोक्कमेहिं अप्पाणं भावमाणा विहरति । तस्स णं संखस्स समणोवासगस्स उप्पला णामं भारिया होत्था, सुकुमाल पाणिपाया जाव सुरूवा, समणोवासिया अभिगयजीवाजीवा जाव अहापरिग्गहिएहिं तवोक्कमेहि अप्पाण भावेमाणा विहरइ। तत्थ णंसावत्थीए णयरीए पोक्खली णामसमणोवासए परिवसइ- अड्डे जावअपरिभूए अभिगय जीवाजीवे जाव अहापरिग्गहिएहिं तवोक्कमेहि अप्पाणं भावमाणा विहरइ। ભાવાર્થ:- તે કાલે, તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. ત્યાં કોષ્ઠક નામનું ઉદ્યાન હતું. નગરી અને ઉધાનનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. તે શ્રાવસ્તી નગરીમાં શંખ પ્રમુખ અનેક શ્રમણોપાસકો રહેતા હતા. તે સમૃદ્ધ યાવતુ અનેક જનો દ્વારા અપરાભૂત હતા. તે જીવ-અજીવાદિ તત્ત્વોના જ્ઞાતા યાવતું સ્વયં સ્વીકત તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતા વિચરતા હતા. શંખ શ્રમણોપાસકની પત્નીનું નામ ઉત્પલા હતું. તે સુકોમળ હાથપગવાળી વાવ, સુરૂપ હતી અને જીવજીવાદિ તત્ત્વોની જ્ઞાતા શ્રમણોપાસિકા હતી. તે શ્રાવસ્તી નગરીમાં પુષ્કલી નામના એક શ્રમણોપાસક રહેતા હતા. તે ઋદ્ધિ સંપન્ન યાવતુ અનેક જનો દ્વારા અપરાભૂત હતા તથા જીવાજીવાદિ તત્ત્વોના જ્ઞાતા યાવતું સ્વીકૃત તપશ્ચર્યા દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરતા હતા. |३ तेणं कालेणं तेणं समएणं सामी समोसढे । परिसा णिग्गया जाव पज्जुवासइ। तएणं ते समणोवासगा इमीसे कहाए लद्धट्ठा समाणा जहा आलभियाए जाव पज्जुवासंति । तएणं समणे भगवं महावीरे तेसिं समणोवासगाणं तीसे य महइ महालियाए परिसाए धम्मकहा जाव परिसा पडिगया । ભાવાર્થ - તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી શ્રાવતી નગરીમાં પધાર્યા. પરિષદ વંદન માટે ગઈ. વંદન-નમસ્કાર કરીને પર્યાપાસના કરવા લાગી. ત્યારપછી તે શ્રમણોપાસકો પણ ભગવાનના આગમનને જાણીને આલભિકા નગરીના શ્રાવકોની જેમ વંદન માટે ગયા, યાવતું પર્યાપાસના કરવા લાગ્યા. શ્રમણ ભગવાન મહાવીરે તે મહાપરિષદને અને તે શ્રમણોપાસકોને ધર્મોપદેશ આપ્યો. ધર્મોપદેશ સાંભળીને પરિષદ પાછી ગઈ.