________________
શતક-૧૨: ઉદ્દેશક-૧
[
૪૧ |
શતક-૧ર : ઉદ્દેશક-૧ જજે સંક્ષિપ્ત સાર જે
આ ઉદ્દેશકમાં શંખ, પુષ્કલી આદિ શ્રમણોપાસકોના જીવનના એક પ્રસંગનું નિરૂપણ કરી, તેના માધ્યમથી પષધનું સ્વરૂપ, તેના પ્રકાર, ત્રણ પ્રકારની જાગરિકા અને કષાયના દુષ્ટ પરિણામનું આલેખન છે. * શ્રાવસ્તી નગરીમાં કોષ્ટક નામનું ઉધાન હતું. તે નગરીમાં શંખ, પુષ્કલી આદિ અનેક શ્રાવકો રહેતા હતા. તેઓ ધન-ધાન્યથી સમૃદ્ધ હતા, સામાજિક દષ્ટિએ પ્રતિષ્ઠિત હતા અને ધાર્મિક ક્ષેત્રે દઢ શ્રદ્ધાવાન તથા નવ તત્ત્વના જ્ઞાતા હતા.
તે નગરીમાં પ્રભુ મહાવીરનું પદાર્પણ થયું. શ્રાવકો દર્શન અને ધર્મ શ્રવણ માટે ગયા. ધર્મોપદેશ સાંભળીને કંઈક ત્યાગ ભાવના જાગૃત થઈ. સહુએ સાથે મળીને ભોજન કરીને, સાંસારિક પ્રવૃત્તિથી નિવૃત્ત થઈને ધર્મધ્યાનમાં પ્રવૃત્ત થવું અર્થાત્ આહાર સહિતનો પૌષધ કરવો તેવો વિચાર કર્યો. આત્મગુણોનું પોષણ(પુષ્ટિ) થાય તેવી પ્રવૃત્તિને પૌષધ કહે છે.
વિચારણા અનુસાર આહાર પાણી તૈયાર કરાવ્યા. ત્યારપછી શંખ શ્રાવકના પરિણામ વૃદ્ધિગત બન્યા. તેણે ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને પરિપૂર્ણ પૌષધવ્રતની આરાધના કરી.
પુષ્કલી આદિ શ્રાવકોએ આહાર સહિતના પૌષધ વ્રતની આરાધના કરી. તેઓને શંખનું વર્તન ગમ્યું નહીં. બીજા દિવસે સર્વ શ્રાવકો પ્રભુના પ્રવચન શ્રવણાર્થે ગયા. પ્રવચન પછી પુષ્કલી આદિ શ્રાવકો શંખ શ્રાવકની અવહેલના કરતા ઠપકો આપવા લાગ્યા. સર્વજ્ઞ પ્રભુએ શ્રમણોપાસકોને સંબોધન કરીને શંખની હિલના કે તિરસ્કાર ન કરવાનો ઉપદેશ આપ્યો. તેમજ શંખના આત્મ પરિણામની સરળતા, દઢ ધર્મશ્રદ્ધા વગેરે ગુણોને પ્રગટ કર્યા. તીર્થંકર પ્રભુના ઉપદેશથી સહુએ શંખ શ્રાવકની ક્ષમાયાચના કરી. તેના અનુસંધાનમાં પ્રભુએ ત્રણ પ્રકારની જાગરિકા અને શંખના પ્રશ્નના ઉત્તર રૂપે કષાયનું પરિણામ સમજાવ્યું. જાગરિકા – જાગરિકા ત્રણ પ્રકારની છે. યથા– બુદ્ધ જાગરિકા, અબુદ્ધ જાગરિકા અને સુદકખુ જાગરિકા.
(૧) બુદ્ધ જાગરિકા- કેવળજ્ઞાનીનો આત્મા સંપૂર્ણ બોધિ સ્વરૂપ છે. તેઓનું આત્મ સ્વભાવમાં રહેવું તે બુદ્ધ જાગરિકા છે. (૨) અબુદ્ધ જાગરિકા-કેવલજ્ઞાની સિવાય સમસ્ત સાધકોની ધર્મ જાગરિકાને અબુદ્ધ જાગરિકા કહે છે. (૩) સુદખ્ખ જાગરિકા- સમ્યગુદષ્ટિ શ્રાવકોનું વ્રત નિયમ પૌષધ આદિ દ્વારા આત્મ ભાવોમાં તલ્લીન બનવું, તેને સુદખ્ખ-સુદર્શન જાગરિકા કહે છે.
ચારે કષાયનું પરિણામ ઘોર સંસાર પરિભ્રમણ છે. * શંખ શ્રાવક અનેક વર્ષોની શ્રમણોપાસક પર્યાયનું પાલન કરીને, સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થશે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરશે.
આ રીતે આ ઉદ્દેશકમાં શ્રાવક જીવનનું દિગ્દર્શન છે.