________________
[ $૪૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
કંકાદિ પક્ષી વગેરે તિર્યંચ પંચેન્દ્રિયની પ્રથમ નરકના નૈરયિક રૂપે ઉત્પત્તિની પ્રરૂપણા કરી છે. (૯) નવમા ઉદ્દેશકમાં ભવ્ય દ્રવ્યદેવ આદિ પાંચ દેવોનું સ્વરૂપ તથા તેની આગતિ, સ્થિતિ, વૈક્રિયશક્તિ, ઉત્પત્તિ, ઉદ્વર્તના, સંસ્થિતિકાલ, અંતર, અલ્પબદુત્વ આદિ વિષયોનું પ્રતિપાદન છે. (૧૦) દશમા ઉદ્દેશકમાં આઠ પ્રકારના આત્મા અને તેનો પરસ્પર સંબંધ સમજાવ્યો છે. તેમ જ આત્માની જ્ઞાન, દર્શનથી ભિન્નતા, અભિન્નતા, તથા રત્નપ્રભા પૃથ્વીથી લઈને અશ્રુતકલ્પ સુધીના પ્રત્યેક ક્ષેત્રમાં સત્પણું, અસત્પણું વગેરે વિકલ્પો કર્યા છે. તેમજ પરમાણુ પુદ્ગલથી લઈને અનંત પ્રદેશ સુધીના સ્કંધોમાં સકલાદેશ અને વિકલાદેશની અપેક્ષાએ વિવિધ ભંગોનું પ્રતિપાદન છે.