________________
શતક–૧૧: ઉદ્દેશક-૧૨ .
૬૩૭ ]
णयरीए सिंघाडग जाव पहेसु अण्णमण्णस्स एवमाइक्खइ जाव परूवेइ- अत्थि णं देवाणुप्पिया ! ममं अइसेसे णाणदंसणे समुप्पण्णे, देवलोएसु णं देवाणं जहण्णेणं दसवाससहस्साई, तहेव जाव वोच्छिण्णा देवा य देवलोगा य । ભાવાર્થ - ત્યાર પછી તે પુદ્ગલ પરિવ્રાજકને આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો કે– મને અતિશય જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે કે દેવલોકમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે, ત્યાર પછી એક સમય અધિક, બે સમય અધિક યાવત્ અસંખ્ય સમય અધિક, આ રીતે વધારતાં ઉત્કૃષ્ટ દશ સાગરોપમની સ્થિતિ થાય છે. ત્યાર પછી દેવ અને દેવલોક વ્યચ્છિન્ન થઈ જાય છે. આ રીતે વિચાર કરીને તે આતાપના ભૂમિમાંથી નીચે ઉતર્યા, નીચે ઉતરીને ત્રિદંડ, કુંડિકા, ભગવા વસ્ત્રોને ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને જ્યાં આલભિકા નગરી હતી, જ્યાં તાપસીનો આશ્રમ હતો ત્યાં આવ્યા અને ત્યાં પોતાના ઉપકરણો રાખીને આલભિકા નગરીના શૃંગાટક, ત્રિક, રાજમાર્ગ આદિમાં આ પ્રમાણે કહેવા લાગ્યા, પ્રરૂપણા કરવા લાગ્યાહે દેવાનુપ્રિયો! મને વિશિષ્ટ જ્ઞાન-દર્શન ઉત્પન્ન થયું છે, જેથી હું જાણું છું અને દેખું છે કે દેવલોકમાં જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ દશ સાગરોપમની છે, ત્યાર પછી દેવ કે દેવલોક નથી १४ तएणं आलभियाए णयरीए एएणं अभिलावेणं जहा सिवस्स, तं चेव जाव से कहमेयं मण्णे एवं ? सामी समोसढे जाव परिसा पडिगया । भगवं गोयमे तहेव भिक्खायरियाए तहेव बहुजणसदं णिसामेइ, णिसामेत्ता तहेव सव्वं भाणियव्वं जाव अहं पुण गोयमा ! एवं आइक्खामि एवं भासामि जाव परूवेमि- देवलोएसु णं देवाणं जहण्णेणं दस वाससहस्साई ठिई पण्णत्ता, तेण परं समयाहिया दुसमयाहिया जाव उक्कोसेणं तेत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता, तेण परं वोच्छिण्णा देवा य देवलोगा य । ભાવાર્થ:- આ વાત સાંભળીને આલભિકા નગરીના લોકો શિવરાજર્ષિના સંબંધમાં કહેતા હતા તે જ રીતે પરસ્પર કહેવા લાગ્યા યાવત હે દેવાનુપ્રિયો ! આ કથન કેવી રીતે માની શકાય ?
તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્યાં પધાર્યા, પરિષદ દર્શનાર્થે ગઈ અને પાછી ફરી. ગૌતમ સ્વામી ભિક્ષા માટે ગયા. ત્યાં લોકો પાસેથી ઉપરોક્ત વાત સાંભળી, વગેરે સંપૂર્ણ વર્ણન પૂર્વવત્ જાણવું. તે સ્વસ્થાને આવ્યા અને ભગવાનને આ વિષયમાં પૂછ્યું. ભગવાને કહ્યું- હે ગૌતમ! પુદ્ગલ પરિવ્રાજકનું કથન અસત્ય છે, હું આ પ્રમાણે કહું છું આ પ્રમાણે બોલું છું યાવત્ પ્રરૂપણા કરું છું કે દેવલોકોમાં દેવોની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની છે અને ત્યાર પછી એક સમયાધિક, બે સમયાધિક યાવતું ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમની છે. ત્યાર પછી દેવ અને દેવલોક બુચ્છિન્ન થાય છે. | १५ अस्थि णं भंते ! सोहम्मे कप्पे दव्वाइंसवण्णाई पि अवण्णाई पितहेव पुच्छा ?
गोयमा !हंता अस्थि । एवं ईसाणे वि जावअच्चुए वि एवं चेव गेवेज्जविमाणेसु,