________________
શતક–૧૧: ઉદ્દેશક-૧૨
|
૭૧ |
શતક-૧૧ : ઉદ્દેશક-૧ર જજે સંક્ષિપ્ત સાર જે
આ ઉદ્દેશકમાં ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકનો અન્ય શ્રાવકો સાથે થયેલો વાર્તાલાપ અને પુગલ પરિવ્રાજકનું જીવન વૃત્તાંત છે. ત્રષિભદ્રપુત્ર શ્રમણોપાસક :- આલભિકા નગરીમાં ઋષિભદ્ર આદિ અનેક શ્રમણોપાસકો રહેતા હતા. એકદા તેઓ પરસ્પર ધર્મચર્ચા કરી રહ્યા હતા. ત્યારે ઋષિભદ્ર પુત્રે કહ્યું કે દેવલોકની જઘન્ય સ્થિતિ દશ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. ત્યારપછી દેવ કે દેવલોક વ્યચ્છિન્ન થાય છે. અર્થાત્ તેનાથી વધારે સ્થિતિવાળા દેવ કે દેવલોક નથી. અન્ય શ્રાવકોને ઋષિભદ્રપુત્રના કથન પર શ્રદ્ધા થઈ નહીં.
યોગાનુયોગ પ્રભુ મહાવીર ત્યાં પધાર્યા. શ્રાવકોએ દેવલોકની સ્થિતિ વિષયક પોતાની શંકાનું સમાધાન કર્યું. પ્રભુએ કહ્યું કે ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકનું કથન યથાર્થ છે. અન્ય શ્રાવકોએ ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસકની ક્ષમાયાચના કરી અને પ્રભુ પાસે પોતાની અન્ય જિજ્ઞાસાઓનું સમાધાન કર્યું.
શ્રી ગૌતમના પ્રશ્નના પ્રત્યુત્તર રૂપે પ્રભુએ કહ્યું કે ઋષિભદ્રપુત્ર શ્રમણોપાસક આ ભવમાં સંયમ સ્વીકાર કરશે નહીં, પરંતુ અનેક વર્ષો સુધી શ્રાવક પર્યાયનું પાલન કરી, અંતે એક માસનો સંથારો કરી, સમાધિપૂર્વક કાલધર્મ પામી, સૌધર્મ દેવલોકના અરુણાભ વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિએ ઉત્પન્ન થશે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને, મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરશે. પુદગલ પરિવ્રાજક - આલભિકા નગરીના શંખવન ઉદ્યાનની સમીપે પુદ્ગલ પરિવ્રાજક રહેતા હતા. તે વેદશાસ્ત્રના જ્ઞાતા અને બ્રાહ્મણ શાસ્ત્રમાં પારંગત હતા. તે નિરંતર છ-છઠ્ઠની તપસ્યા સહિત આતાપના લેતા હતા. પ્રકૃતિની સરળતા આદિ ગુણોથી તેને વિભંગ જ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનથી તે પાંચમા બ્રહ્મ દેવલોક પર્યત જાણવા લાગ્યા. જેથી તે માનવા લાગ્યા કે આ લોક આટલો જ છે અને ઉત્કૃષ્ટ દશ સાગરોપમની સ્થિતિવાળા જ દેવ અને દેવલોક છે. ત્યારપછીની સ્થિતિના દેવ કે દેવલોક નથી.
તે પણ શિવરાજર્ષિની જેમ પોતાના જ્ઞાન અને માન્યતાનો પ્રચાર કરવા લાગ્યા. લોકો પણ પુદ્ગલ પરિવ્રાજકના વિચારોની ચર્ચા કરવા લાગ્યા.
સંયોગવશ પ્રભુનું ત્યાં પદાર્પણ થયું. શ્રી ગૌતમ સ્વામીએ ગૌચરી માટે પરિભ્રમણ કરતાં લોકચર્ચા સાંભળી, પ્રભુને નિવેદન કર્યું. પ્રભુએ પરિષદમાં વાસ્તવિકતા પ્રગટ કરી કે ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની સ્થિતિવાળા દેવ અને દેવલોક હોય છે.
પુદ્ગલ પરિવ્રાજકે પણ આ સત્ય વાત સાંભળી તરત જ ચિંતન-મનન કરતા તે શંકિત થયા. તેનું વિર્ભાગજ્ઞાન નાશ પામ્યું. તેઓએ પ્રભુ પાસે આવી સમાધાન કર્યું અને ધર્મોપદેશ સાંભળી સંયમ સ્વીકાર કર્યો; સંયમ તપની આરાધનાથી પુગલ પરિવ્રાજક સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષ ગતિને પ્રાપ્ત થયા.