________________
|
૩૦ |
શ્રી ભગવતી સૂત્ર-૩
કર્મનો ક્ષયોપશમ થયો તથા ઈહા, અપોહ, માર્ગણા અને ગવેષણા કરતાં સંજ્ઞી જીવોને થતું, પૂર્વ જન્મના સ્મરણ રૂપ જાતિસ્મરણ(જેમાં નિરંતર સંલગ્ન સંજ્ઞીરૂપે કરેલા પૂર્વ ભવ જાણી શકાય તેવું) જ્ઞાન ઉત્પન થયું. તે જ્ઞાનથી ભગવાન દ્વારા કહેલા પોતાના પૂર્વભવને સ્પષ્ટ રૂપે જોવા અને જાણવા લાગ્યા. ४३ तएणं से सुदंसणे सेट्ठी समणेणं भगवया महावीरेणं संभारियपुव्वभवे दुगुणाणीयसङ्घसंवेगे आणंदसुपुण्णणयणे समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासीएवमेयं भंते !से जहेयं तुब्भे वयह जावउत्तरपुरच्छिमं दिसिभागंअवक्कमइ, सेसंजहा उसभदत्तस्स जावसव्वदुक्खप्पहीणे, णवरंचोइस पुव्वाइं अहिज्झइ, बहुपडिपुण्णाई दुवालसवासाइंसामण्णपरियागं पाउणइ, सेसंतंचेव । सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ:- આ રીતે પૂર્વભવનું સ્મરણ થવાથી સુદર્શન શેઠની શ્રદ્ધા અને સંવેગ ભાવ બમણો વૃદ્ધિગત થયો. તેના નેત્ર આનંદાશ્રુઓથી છલકાઈ ગયા. આનંદાશ્રપૂર્ણ નયને તેમણે ઊભા થઈને શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરીને વંદન નમસ્કાર કર્યા; વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું – હે ભગવન્! આપ જેમ કહો છો, તેમ જ છે, તે સત્ય છે, યથાર્થ છે” આ રીતે કહીને સુદર્શન શેઠે શતક-૯૩૩માં વર્ણિત ઋષભદત્તની જેમ પ્રવ્રજ્યા અંગીકાર કરી, વિશેષમાં તેણે ચૌદ પૂર્વનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, બાર વર્ષની શ્રમણ પર્યાયનું પાલન કર્યું; સર્વ કર્મોનો ક્ષય કરીને સમસ્ત દુઃખોથી રહિત થયા. / હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. II વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સુદર્શન શ્રેષ્ઠીના ધર્મારાધનામય ભવોનું ક્રમશઃ વર્ણન છે.
શું પલ્યોપમ અને સાગરોપમની સ્થિતિનો ક્ષય થાય છે? સુદર્શન શેઠના આ પ્રશ્નના સમાધાન માટે પ્રભુએ તેના પૂર્વભવનું કથન કર્યું. તેના શ્રવણથી સુદર્શનને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. તે જ્ઞાનથી તેણે પ્રભુના કથનનો સાક્ષાત્કાર કર્યો. તેથી તેની ધર્મ શ્રદ્ધા દેઢતમ બની અને સંવેગ ભાવ વૃદ્ધિ પામ્યો. તે સંવેગભાવમાં તેણે સંયમ સ્વીકાર કર્યો અને જ્ઞાનદર્શન ચારિત્રની આરાધનાથી અંતિમ લક્ષ્યને સિદ્ધ કર્યું.
છે. શતક-૧૧/૧૧ સંપૂર્ણ છે (