________________
| १८
श्री भगवती सूत्र-3
ગર્ભ સંરક્ષણ અને પુત્રજન્મ:
२९ तएणं सा पभावई देवी हाया जावसव्वालंकारविभूसिया तंगभं णाइसीए हिं णाइउण्हेहिं णाइतित्तेहि णाइकडुएहिं णाइकसाएहिं णाइअंबिलेहिं णाइमहुरेहि उउभयमाण-सुहेहिं भोयण-च्छायण-गंध-मल्लेहिं जं तस्स गब्भस्स हियं मियं पत्थं गब्भपोसणं तं देसे य काले य आहारमाहारेमाणी विवित्तमउएहिं सयणासणेहिं पइरिक्कसुहाए मणाणुकूलाए विहारभूमीए पसत्थदोहला संपुण्ण-दोहला सम्माणियदोहला अविमाणियदोहला वोच्छिण्णदोहला विणीयदोहला ववगय रोग-सोग-मोह-भय-परित्तासा तं गब्भं सुहं सुहेणं परिवहइ । ___ तएणं सा पभावई देवी णवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धट्ठमाण य राइदियाणं वीइक्कंताणं सुकुमालपाणिपायं अहीणपडिपुण्ण-पंचिदियसरीरं लक्खणवंजण-गुणोवयेयं जाव ससिसोमाकारं कंतं पियदसणं सुरूवं दारयं पयाया। शार्थ :- उउभयमाणसुहेहिं = प्रत्ये *तुमा सु५।२४ दोहला = दोse. ભાવાર્થ - ત્યાર પછી પ્રભાવતી દેવી સ્નાન કરીને યાવતું સર્વ અલંકારોથી અલંકૃત અને વિભૂષિત થઈને, તે ગર્ભનું પાલન કરવા લાગી. તે અતિ શીતલ, અતિ ઉષ્ણ, અતિ તીખા, અતિ કટુ, અતિ કપાયેલા, અતિ ખાટા અને અતિ મધુર પદાર્થ ખાતી નહીં પરંતુ ઋતુયોગ્ય સુખકારક ભોજન કરતી હતી. તે ગર્ભને માટે હિતકારી, પ્રમાણોપેત અને પથ્યકારી પદાર્થ યથાસમયે ગ્રહણ કરવા લાગી. તે દોષરહિત અને કોમળ શયનાસનો પર મનોનુકૂળ ઉચિત સ્થાને બેસતી હતી. યથાસમયે તેને જે જે દોહદ ઉત્પન્ન થયા, તે સર્વ પ્રશસ્ત હતા, તે સંપૂર્ણ થતા હતા, સન્માનનીય હતા અને લેશમાત્ર પણ અપૂર્ણ રહેતા નહીં, જેથી તેના દોહદ(મનોરથ) શાંત થઈ જતા હતા. આ રીતે જેના મનોરથો વ્યવચ્છિન્ન થઈ ગયા છે, તેવી તે રાણી રોગ, શોક, મોહ, ભય અને પરિત્રાસ રહિત થઈને, સુખપૂર્વક ગર્ભનું વહન કરવા લાગી.
આ રીતે નવમાસ અને સાડા સાત દિવસ પૂર્ણ થતાં, પ્રભાવતી રાણીએ સુકુમાલ હાથ-પગવાળા, દોષરહિત, પ્રતિપૂર્ણ, પંચેન્દ્રિયયુક્ત શરીરવાળા તથા લક્ષણ, વ્યંજન અને ગુણોથી યુક્ત યાવત્ ચંદ્ર સમાન સૌમ્ય આકૃતિવાળા, કાંત, પ્રિય, દર્શનીય અને સુંદર રૂપવાળા પુત્રને જન્મ આપ્યો. પુત્ર જન્મ વધામણી અને પ્રીતિદાન:३० तएणं तीसे पभावईए देवीए अंगपडियारियाओ पभावई देविं पसूर्य जाणेत्ता जेणेव बले राया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव बलं रायं जएणं विजएणं वद्धाति, वद्धावेत्ता एवं वयासी-एवं खलु देवाणुप्पिया!