________________
શતક-૧૧ઃ ઉદ્દેશક-૧૧
[ ૧૭ ]
અને તેઓને વિદાય કર્યા. ત્યારપછી રાજા સિંહાસન પરથી ઉઠ્યા, ઊઠીને જ્યાં પ્રભાવતી દેવી હતા, ત્યાં ગયા. ત્યાં જઈને પ્રભાવતી દેવીને ઇષ્ટ, યાવતુ મધુર, શોભાયુક્ત વચનોથી આ પ્રમાણે કહેવા લાગ્યા, હે દેવાનુપ્રિયે ! સ્વપ્નશાસ્ત્રમાં ૪૨ સામાન્ય સ્વપ્નો, ૩૦ મહાસ્વપ્નો આ રીતે કુલ ૭૨ સ્વપ્નો કહ્યાં છે. હે દેવાનુપ્રિયે ! તેમાંથી તીર્થકર અને ચક્રવર્તીની માતા ૧૪ મહાસ્વપ્નને જોઈને જાગૃત થાય છે.(ઇત્યાદિ પૂર્વવત્ વર્ણન કહેવું) યાવત હે દેવાનુપ્રિયે! તમે પણ આ ચૌદ મહાસ્વપ્નોમાંથી એક મહાસ્વપ્ન જોયું છે.
હે દેવી! તમે એક ઉત્તમ મહાસ્વપ્ન જોયું છે યાવત તમારે એક પુત્ર ઉત્પન્ન થશે. તે રાજ્યાધિપતિ થશે અથવા ભાવિતાત્મા અણગાર થશે. માટે હે દેવી! તમે એક ઉત્તમ યાવત માંગલિક સ્વપ્ન જોયું છે. આ રીતે ઇષ્ટ, કાંત યાવત્ મધુર અને શોભાયુક્ત વચનોથી બે-ત્રણ વાર કહીને પ્રભાવતી દેવીની પ્રશંસા કરી અને તેને વધાવી. २८ तएणं सा पभावई देवी बलस्स रण्णो अंतियं एयमटुं सोच्चा णिसम्म हट्टतुट्ठ करयल जाव एवं वयासी- एयमेयं देवाणुप्पिया ! जावतंसुविणं सम्म पडिच्छइ, पडिच्छित्ता बलेणं रण्णा अब्भणुण्णाया समाणी णाणामणि-रयण-भत्ति-चित्ताओ भद्दासणाओ अब्भुढेइ, अतुरियमचवलं जाव रायहंस सरिसीए गईए जेणेव सए भवणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सयं भवणं अणुपविट्ठा । ભાવાર્થ – પ્રભાવતી દેવી બલરાજા પાસેથી ઉપર્યુક્ત અર્થ સાંભળીને, અવધારણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈ, તે બંને હાથ જોડીને આ પ્રમાણે બોલી– “હે દેવાનુપ્રિય! જેમ આપ કહો છો તેમજ છે.” આ પ્રમાણે કહીને, સ્વપ્નના અર્થને સમ્યક પ્રકારે ગ્રહણ કર્યો અને બલરાજાની અનુમતિ લઈને, અનેક પ્રકારના મણિરત્નો અને કારીગરીથી યુક્ત ભદ્રાસન પરથી ઉઠી અને શીઘ્રતા તથા ચપળતારહિત કાવત્ રાજહંસ સદશ ગતિથી ચાલતી પોતાના ભવનમાં આવી. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સ્વપ્ન અને તેના ફળનું વર્ણન છે તથા તે સમયના સ્વપ્ન પાઠકોની ગરિમા પ્રગટ કરી છે. અ૬મહાનિમિત્તસુલ્થ ધારણ - સૂત્રકારે આ વિશેષણ સ્વપ્નપાઠકો માટે પ્રયુક્ત કર્યું છે. તે સ્વપ્નપાઠકો અષ્ટાંગ મહાનિમિત્ત(આઠ પ્રકારના પરોક્ષ અર્થનો નિર્ણય કરાવનાર મહાશાસ્ત્રો)ના સૂત્ર અને અર્થના જાણનાર હતા. યથા– (૧) દિવ્ય, (૨) ઔત્પાત, (૩) અંતરિક્ષ (૪) ભૌમ (૫) આંગ (૬) સર (૭) લક્ષણ અને (૮) વ્યંજન.
- આકાશ, ભૂમિ, સ્વર આદિના લક્ષણો જોઈને તેના વિશિષ્ટ ફળને પ્રગટ કરનાર શાસ્ત્રો મહાનિમિત્ત સૂત્રો કહેવાય છે. વિના, ભવન :- બારમા સ્વપ્નમાં ‘વિમાન અને ભવન’ આ બે શબ્દ છે. તેનો આશય એ છે કે જો તીર્થકરનો જીવ દેવલોકમાંથી આવ્યો હોય તો તેની માતા “વિમાન” જુએ છે અને જો નરકમાંથી આવેલો હોય તો તેની માતા સ્વપ્નમાં “ભવન” જુએ છે.