________________
૬૦૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
આચ્છાદિત તથા સુંદર, સુરચિત રજસ્ત્રાણથી યુક્ત હતી. લાલ રંગના સૂક્ષ્મ વસ્ત્રની મચ્છરદાની તેના પર લાગેલી હતી. તે સુરમ્ય, કોમળ ચર્મ, વસ્ત્ર, રૂ, બૂર, નવનીત તથા આંકડાના રૂની સમાન કોમળ સ્પર્શવાળી હતી તથા સુગંધિત શ્રેષ્ઠ પુષ્પથી, ચૂર્ણથી અને શય્યાને ઉપયોગી અનેક દ્રવ્યોથી યુક્ત હતી.
આ પ્રકારની શય્યામાં સૂતેલી પ્રભાવતી રાણીએ અદ્ધ નિદ્રિત-જાગૃત અવસ્થાકાલમાં, મધ્યરાત્રિના સમયે આ પ્રકારનું ઉદાર, કલ્યાણકારક, શિવકારક, ધન્યકારક, મંગલકારક અને શોભાયુક્ત મહાસ્વપ્ન જોયું અને જાગૃત થઈ. સ્વપ્ન વર્ણન:| १७ हार-रयय-खीरसाग-ससंककिरण-दगरय-रययमहासेलपंडुरतरोरुरमणिज्जपेच्छणिज्ज,थिर-लट्ठ-पउ?-वट्ट-पीवर-सुसिलिट्ठ-विसिट्ठतिक्खदाढाविडंबियमुह, परिकम्मियजच्चकमलकोमल-मईवसोभंतलठ्ठउटुं,रत्तुप्पलपत्तमउय सुकुमाल-तालुजीहं, मूसागयपवरकणगतावियआवत्तायत-तडिविमलसरिस-णयण, विसालपीवरोरु. पडिपुण्णविपुलखंध, मिउविसयसुहुमलक्खण-पसत्थ विच्छिण्ण-केसरसडोवसोभियं, ऊसियसुणिम्मियसुजायअप्फोडिय-लंगूलं, सोम, सोमाकारं, लीलायंत, जंभायंत, णहतलाओ ओवयमाणं णिययवयणमइवयंत, सीहं सुविणे पासित्ता णं पडिबुद्धा । શઘર્થ-ઓવયમાનં-નીચે ઉતરતા, સંવરિણ-ચંદ્રના કિરણ, સારવ-જલબિંદુરથમદાત્ર = રજતના મોટા પર્વતની સમાન, પાંડુરંતર = અત્યંત શ્વેત ૩૨ =વિસ્તૃત, વેચ્છન્ન = જોવા યોગ્ય, fથરં સ્થિર, પ્રકંપ રહિત, ત૬મનોજ્ઞપ૩૬ = પ્રકોષ્ઠ દાંતના ખૂણાનો અગ્રતન ભાગ ગહતના = આકાશથી, યવથામવયેત = પોતાના મુખમાં પ્રવેશ કરતા. ભાવાર્થ :- પ્રભાવતી રાણીએ સિંહનું એક સ્વપ્ન જોયું, તે સિંહ મોતીઓના હાર, રજત, ક્ષીર સમુદ્ર, ચંદ્રકિરણ, પાણીના બિંદુ અને રજત પર્વત(વૈતાઢય પર્વત)ની સમાન શ્વેત વર્ણવાળો હતો, તે વિશાળ રમણીય અને દર્શનીય હતો. તેના પ્રકોષ્ઠ(દાઢના ખૂણાનો અગ્રતન ભાગ) સ્થિર અને સુંદર હતો. તેની દાઢો ગોળ, પુષ્ટ, સુશ્લિષ્ટ, વિશિષ્ટ અને તીક્ષ્ણ હતી. તેના કારણે તેનું મુખ વિકરાળ ભાસતું હતું. તેના હોઠ સંસ્કારિત ઉત્તમ કમળની સમાન કોમળ, અત્યંત સુશોભિત હતા. તેનું તાળવું અને જીભ રક્ત-કમલના પત્રની સમાન અત્યંત કોમળ હતાં. તેની આંખો અગ્નિમાં તપાવેલા ઉત્તમ સુવર્ણની સમાન વર્ણવાળી, ગોળ અને વીજળીની સમાન નિર્મળ અને ચમકીલી હતી. તેની જંઘા વિશાળ અને પુષ્ટ હતી. તેના બંને ખભા વિશાળ અને પરિપૂર્ણ હતા. તેની કેશરાળ કોમળ, વિશદ, સૂક્ષ્મ અને પ્રશસ્ત લક્ષણ- વાળી હતી. તે સિંહ પોતાની સુંદર તથા ઉન્નત પૂંછને પૃથ્વી પર પછાડતો, સૌમ્ય, સૌમ્ય આકારવાળો, લીલા કરતો, બગાસું ખાતો અને આકાશમાંથી નીચે ઉતરતો અને પોતાના મુખમાં પ્રવેશ કરતો જોયો. આ સ્વપ્ન જોઈને પ્રભાવતી રાણી જાગૃત થઈ.