________________
शत-११ : देश-८
૫૭
કરવું. તેની સાથે બંને હાથ ઊંચા રાખીને આપના લેતાં વિચરણ કરવું. આ રીતે શિવરાજાએ વિચાર કર્યો. | ४ संपेहेत्ता कल्लं पाउप्पभायाए रयणीए जाव उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिणयरे तेयसा जलते सुबहुं लोही-लोहकडाह जाव घडावेत्ता कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! हत्थिणापुरं णयरं सभितरं बाहिरियं आसिय-सम्मज्जिओवलित्तं जाव तमाणत्तियं पच्चप्पिणंति । तएणं से सिवे राया दोच्च पि कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया ! सिवभद्दस्स कुमारस्स महत्थं महग्धं महरिहं विउलं रायाभिसेय उवट्ठवेह। तएणं ते कोडुबियपुरिसा तहेव उवट्ठति । तएणं से सिवे राया अणेग-गणणायग-दंडणायग जाव संधिपालसद्धिं संपरिवुडे सिवभदं कुमार सीहासणवरंसि पुरत्थाभिमुहं णिसियावेइ, णिसियावेत्ता अट्ठसएणं सोवणियाणं कलसाणं जाव अट्ठसएणं भोमेज्जाणं कलसाणं सव्विड्डीए जाव वाइयरवेणं महया-महया रायाभिसेएणं अभिसिंचइ, अभिसिंचेत्ता पम्हल-सुकुमालाए सुरभीए गंधकासाईए गायाइं लूहेइ, लूहेत्ता सरसेणं गोसीसचंदणेणं गायाई अणुलिंपइ; एवं जहेव जमालिस्स अलंकारो तहेव जावकप्परुक्खगं विव अलंकियविभूसियं करेइ, करित्ता करयल जाव कटु सिवभई कुमारं जएणं विजएणं वद्धाति, जएणं विजएणं वद्धावित्ता ताहिं इट्ठाहिं कंताहिं पियाहिं जहा उववाइए कूणियस्स जाव परमाउं पालयाहि, इट्ठजणसंपरिवुडे हत्थिणाउरस्स णयरस्स अण्णेसिं च बहूणं गामाग-णयरं जाव विहराहि, त्ति कटु जयजयसदं पठति । तएणं से सिवभद्दे कुमारे राया जाए । महया हिमवंत-महंत-मलयमंदरमहिंदसारे, वण्णओ जाव रज्ज पसासेमाणे विहरइ । ભાવાર્થ :- તાપસી પ્રવ્રજ્યા ગ્રહણનો વિચાર કરીને શિવરાજાએ બીજા દિવસે પ્રાતઃકાલે સહસ્રરમિ સુર્ય પોતાના તેજથી પ્રકાશિત થયો ત્યારે લોઢી, લોઢાની કડાઈ આદિ અનેક તાપમોચિત ભંડોપકરણ તૈયાર કરાવ્યા; તૈયાર કરાવીને, સેવક પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! શીધ્ર હસ્તિનાપુર નગરની બહાર અને અંદર જલનો છંટકાવ કરીને, સ્વચ્છ કરાવો ઇત્યાદિ. સેવક પુરુષોએ રાજાની આજ્ઞાનુસાર કાર્ય કરીને રાજાને નિવેદન કર્યું. ત્યાર પછી શિવરાજાએ બીજીવાર સેવક પુરુષોને બોલાવ્યા અને તેઓને કહ્યું કે “હે દેવાનુપ્રિયો ! શિવભદ્ર રાજકુમારના મહાપ્રયોજન સાધક, બહુમૂલ્ય, મહાપુરુષોને યોગ્ય રાજ્યાભિષેકની તૈયારી કરો.” સેવક પુરુષોએ રાજ્યાભિષેકની તૈયારી કરી. ત્યારપછી શિવરાજાએ અનેક ગણનાયક, દંડનાયક યાવતુ સંધિપાલક આદિ પરિવારથી યુક્ત થઈને શિવભદ્ર કુમારને ઉત્તમ સિંહાસન પર પૂર્વાભિમુખ બેસાડ્યો, બેસાડીને એક સો આઠ સોનાના કળશો દ્વારા યાવત એકસો આઠ માટીના કળશો દ્વારા સર્વ ઋદ્ધિ સહિત પોતાના યશને અનુરૂપ, વાજિંત્રોના તુમુલનાદ