________________
[ પs |
શ્રી ભગવતી સૂત્ર-૩
પર રહેનાર સંવધન = શંખ ફૂંકીને ભોજન કરનાર સૂત્તષમ IT = કિનારે રહીને શબ્દ કરનાર, હત્યિતાવતા = હસ્તિ તાપસ(હાથીને મારીને બહુ દિવસ ખાનાર) ૩૯T = ઉપર દંડ કરીને ચાલનાર, નામસેવળિયા = જલસ્નાનથી કઠોર શરીરવાળા, અંજુમણિ = જલ ભક્ષણ કરનાર પરિસડા = ખરી ગયેલા કુત્તિયં = ભાડભૂંજાના પાત્રમાં શેકાતા ચણાની સમાન
કુલોનિયે પિવ = શરીરને કાષ્ઠની સમાન બનાવનાર વિલાપોલિય = દિશા પ્રોક્ષક. ભાવાર્થ :- કોઈ સમયે શિવરાજાને રાત્રિના પાછલા પ્રહરમાં રાજ્ય કારભારનો વિચાર કરતાં, આ પ્રકારનો અધ્યવસાય ઉત્પન્ન થયો કે મારા પૂર્વ પુણ્યના પ્રભાવે હું સર્વ પ્રકારની અનુકૂળતા ભોગવું છું, ઇત્યાદિ શતક-૩/૧માં કથિત કામલી તાપસના વિચાર અનુસાર વિચાર આવ્યો, યાવતુ હું પુત્ર, પશુ, રાજ્ય, રાષ્ટ્ર, બલ, વાહન, કોષ, કોષ્ઠાગાર, પુર અને અંતઃપુર ઇત્યાદિ દ્વારા વૃદ્ધિને પ્રાપ્ત થઈ રહ્યો છું; પ્રચુર ધન, કનક, રત્ન આદિ સારભૂત દ્રવ્ય દ્વારા અત્યંત વૃદ્ધિને પ્રાપ્ત થઈ રહ્યો છું અને હું પૂર્વ પુણ્યના ફલ સ્વરૂપ એકાંત સુખ ભોગવી રહ્યો છું. તો હવે મારા માટે તે જ શ્રેષ્ઠ છે કે જ્યાં સુધી હું હિરણ્યાદિથી વૃદ્ધિને પ્રાપ્ત થઈ રહ્યો છું, જ્યાં સુધી સામગ્ન રાજા આદિ મારે આધીન છે, ત્યાં સુધી કાલે જ પ્રાતઃકાલે જ દેદીપ્યમાન સૂર્યનો ઉદય થાય ત્યારે લોઢી, લોઢાની કડાઈ, કડછી અને તાંબાના અન્ય અનેક તાપમોચિત ઉપકરણ તૈયાર કરાવું અને શિવભદ્ર કુમારને રાજ્ય પર સ્થાપિત કરીને તે લોઢી, લોઢાની કડાઈ, કડછી અને તાંબાના અન્ય અનેક તાપમોચિત ઉપકરણ લઈને, ગંગાનદીના કિનારે વાનપ્રસ્થ તાપસો છે, તે તાપસોની પાસે જાઉં,
તે તાપસી આ પ્રમાણે છે– અગ્નિહોત્રી, વસ્ત્ર ધારણ કરનારા પોતિક, ભૂમિ પર શયન કરનારા કૌત્રિક, યજ્ઞ કરનારા, શ્રાદ્ધ કરનારા, ખપ્પરધારી, કમંડળ ધારણ કરનાર, દાંત વડે સુધાર્યા વિનાના આખા ફળાદિ ખાનાર, પાણીની ઉપર તરીને સ્નાન કરનાર ઉમ્મજક, વારંવાર પાણીની ઉપર સ્નાન કરનાર સમજ્જક, પાણીમાં ડૂબકી મારીને સ્નાન કરનાર નિમજ્જક, શરીર પર માટી આદિ ચોળીને પછી સ્નાન કરનાર સંપ્રક્ષાલક, નાભિથી ઉપરના અંગોને જ ખંજવાળનાર, નાભિની નીચેના અંગોને જ ખંજ– વાળનાર, ગંગા નદીના દક્ષિણ કિનારે રહેનાર, ગંગાનદીના ઉત્તર કિનારે રહેનાર, શંખ વગાડનાર, નદીના કિનારે શબ્દો બોલીને ભોજન કરનાર કૂલધમક, મૃગના માંસનું ભોજન કરનાર મૃગલબ્ધક, હાથીના માંસનું ભોજન કરનાર હસ્તિતાપસ, જલાભિષેક કરીને ભોજન કરનારા, નગ્નાવસ્થામાં પાણીમાં બેસી રહેનાર અંબુવાસક, વાયુરૂપી વસ્ત્ર ધારણ કરનાર વાયુવાસક, વૃક્ષોની છાલ ધારણ કરનાર, કંથાને ધારણ કરનાર ચેલવાસક, જલભક્ષક, વાયુભક્ષક, શેવાલભક્ષક, મૂલાહારક, કંદાહારક, પત્રાહારક, છાલ ખાનારા, પુષ્પાહારક, ફલાહારક, બીજાહારક; નીચે પડેલા વૃક્ષના કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ અને ફળ ખાનારા, ઊંચો દંડ રાખીને ચાલનારા, વૃક્ષના મૂળમાં રહેનારા, માંડલિક, વનવાસી, બિલવાસી, દિશા પ્રોક્ષી, આતાપનાથી પંચાગ્નિ તપ કરનાર, પોતાના શરીરને અંગારાથી તપાવનાર, ભાડભુંજાના પાત્રમાં શેકાતા ચણાની જેમ તથા કાષ્ઠની અગ્નિમાં પકાવવામાં આવતી વસ્તુની જેમ શરીરને તપાવનાર, ઇત્યાદિ અનેક તાપસો છે. તેમાંથી જે તાપસ દિશા પ્રોક્ષક(જલ દ્વારા દિશાનું પૂજન કર્યા પછી ફળ, પુષ્પાદિ ગ્રહણ કરનાર) છે, તેની પાસે મુંડિત થઈને દિશા પ્રોક્ષક તાપસ પ્રવ્રજ્યા અંગીકાર કરું; પ્રવ્રજ્યા અંગીકાર કરીને આ પ્રકારનો અભિગ્રહ કરું કે માવજીવન નિરંતર છઠના પારણે છઠ યુક્ત દિકુ ચક્રવાલ તપશ્ચર્યાનું આચરણ