________________
૫૬૨ |
શ્રી ભગવતી સૂત્ર-૩
શતક-૧૧ : ઉદ્દેશક-૯
સાંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં શિવરાજર્ષિની તાપસ દીક્ષા, વિભંગ જ્ઞાનની પ્રાપ્તિ, સાત દ્વીપ અને સમુદ્ર પર્યંત લોક હોવાની મિથ્યા પ્રરૂપણા, પ્રભુ મહાવીર દ્વારા સત્ય સમાધાન, અંતે પ્રભુના સમાગમે જૈન શ્રમણ દીક્ષાનો સ્વીકાર, સંયમ તપ સાધના અને મોક્ષગમન સુધીનું વિસ્તૃત વર્ણન છે. હસ્તિનાપુર નગરમાં શિવ નામના રાજા અને તેને ધારિણી નામની પટ્ટરાણી હતી. તેને શિવભદ્ર નામનો કુમાર હતો. કુમાર યોગ્ય વયનો થયો, ત્યારે શિવ રાજાને રાજ્યકારભાર છોડીને, સંન્યસ્ત
જીવન વ્યતીત કરવાનો વિચાર આવ્યો. તેમણે પોતાના વિચાર અનુસાર શિવભદ્ર કુમારનો રાજ્યાભિષેક કરીને સ્વયં તાપસ દીક્ષા અંગીકાર કરી. જે પ્રવ્રજ્યામાં દિશાઓનું પુજન મહત્ત્વનું હોય તે દિશા પ્રોક્ષક પ્રવજ્યા કહેવાય છે. શિવરાજાએ દિશા પ્રોક્ષક પ્રવ્રજ્યાનો સ્વીકાર કર્યો અને તે જ દિવસથી માવજીવન છઠ્ઠના પારણે છઠ્ઠનો તપ સ્વીકાર કર્યો.
છઠ્ઠના પ્રત્યેક પારણાના દિવસે ક્રમશઃ એક-એક દિશાનું પૂજન કરીને તે તે દિશાના અધિપતિ દેવની આજ્ઞા લઈને તે દિશામાંથી કંદમૂળાદિ ગ્રહણ કરીને, તેનો આહાર કરવો તેને દિકુ ચક્રવાલ તપ કહે છે. દીર્ઘ તપ સાધનાથી શિવરાજર્ષિને વિર્ભાગજ્ઞાનની પ્રાપ્તિ થઈ. તે જ્ઞાન દ્વારા સાત દ્વીપ અને સાત સમદ્રને તે જાણવા લાગ્યા અને લોકોમાં પ્રચાર કરવા લાગ્યા કે “આ લોકમાં સાત દ્વીપ અને સાત સમુદ્ર જ છે. જે મને પ્રાપ્ત થયેલા અતિશય જ્ઞાન દ્વારા હું જાણું છું.” શ્રી ગૌતમ સ્વામીએ હસ્તિનાપુર નગરમાં ગૌચરી માટે ફરતાં લોકોના મુખેથી શિવરાજર્ષિના અતિશય જ્ઞાન વિષયક વાત સાંભળી. તેણે પ્રભુ સમક્ષ તે વાત પ્રગટ કરી. પ્રભુ મહાવીરે વિશાળ પરિષદ સમક્ષ સત્ય સમાધાન કર્યું કે શિવરાજર્ષિને સાત દ્વીપ અને સાત સમુદ્ર દેખાય છે તે વાત સત્ય છે પરંતુ આ લોક તેટલો જ સીમિત નથી. લોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો છે. તેથી તેમની પ્રરૂપણા મિથ્યા છે અને તેમનું જ્ઞાન અપૂર્ણ છે.
પ્રભુના સમાધાન પછી લોકોમાં બંને વાતો થવા લાગી અને શિવરાજર્ષિએ પણ પ્રભુની વાત સાંભળી. તે શંકિત, કાંક્ષિત થયા અને તેનું વિર્ભાગજ્ઞાન નાશ પામ્યું. તેઓ પ્રભુ મહાવીરના સાંનિધ્યમાં ગયા. વંદન નમસ્કાર કરી, પ્રભુનો ધર્મોપદેશ સાંભળ્યો, વૈરાગ્યભાવ જાગૃત થયો. સ્કંદક તાપસની જેમ તેમણે તાપસ દીક્ષાનો ત્યાગ કરીને શ્રમણ દીક્ષાનો