________________
૫૬૦
શ્રી ભગવતી સૂત્ર-૩
'શતક-૧૧ : ઉદ્દેશક-૮
નલિન
| १ | णलिणे णं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे ? गोयमा ! एवं
चेव णिरवसेसं जाव अणंतखुत्तो ॥ सेवं भंते ! सेवं भंते ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એક પત્રવાળું નલિન(કમળ વિશેષ) શું એક જીવવાનું છે કે અનેક જીવવાળું?
ઉત્તર- હે ગૌતમ! ઉત્પલ ઉદ્દેશક અનુસાર સર્વ કથન જાણવું જોઈએ યાવત્ સર્વ જીવ અનંતવાર ઉત્પન્ન થઈ ગયા છે, ત્યાં સુધી કહેવું જોઈએ.. હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. //
વિવેચન :
શતક–૧૧ના પ્રથમ આઠ ઉદ્દેશક પ્રાયઃ સમાન છે, તેમાં ઉપપાત, આદિ ૩૩ ધારોથી વર્ણન કર્યું છે. તેમાં પારસ્પરિક અંતર પ્રગટ કરતી નિમ્નોક્ત ત્રણ ગાથા છે. યથા
सालम्मि धणुपुहत्तं होइ, पलासे य गाउय पुहत्तं । जोयणसहस्समहियं, अवसेसाणंतुछण्डंपि॥१॥ कुंभिए णालियाए, वासपुहत्तं ठिई उ बोद्धव्वा । दसवाससहस्साई, अवसेसाणंतुछण्हपि ॥२॥ कुंभिए णालियाए होंति, पलासे य तिण्णि लेसाओ।
चत्तारिउलेसाओ, अवसेसाणंतुपंचण्हं ॥३॥ અર્થ :- શાલકની અવગાહના અનેક ધનુષ્યની અને પલાશની અવગાહના અનેક ગાઉની છે, શેષ ઉત્પલ, કુંભિક, નાલિક, પદ્મ, કર્ણિકા અને નલિન આ છની ઉત્કૃષ્ટ અવગાહના સાધિક હજાર યોજનની છે.
કુંભિક અને માલિકની ઉત્કૃષ્ટ સ્થિતિ અનેક વર્ષની છે. શેષ છની દશ હજાર વર્ષની છે. કુંભિક, નાલિક અને પલાશમાં ત્રણ અશુભ લેશ્યાઓ છે, શેષ પાંચમાં ચાર વેશ્યાઓ છે કારણ કે તે પાંચે યમાં દેવો આવીને ઉત્પન્ન થાય છે.