________________
૫૫૪
શ્રી ભગવતી સૂત્ર-૩
'શતક-૧૧ : ઉદ્દેશક-૩
પલાશ
| १ | पलासे णं भंते ! एगपत्तए किं एगजीवे, अणेगजीवे ?
गोयमा ! एवं उप्पलुद्देसगवत्तव्वया अपरिसेसा भाणियव्वा । णवरं सरीरोगाहणा जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं उक्कोसेणं गाउयपुहुत्ता, देवेहिंतो ण उववज्जति । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પલાશવૃક્ષ(ખાખરાનું વૃક્ષ) પ્રારંભમાં જ્યારે તે એક પત્રવાળું હોય છે, ત્યારે તે શું એક જીવવાળું હોય છે કે અનેક જીવવાનું હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! ઉત્પલ ઉદ્દેશકની સંપૂર્ણ વક્તવ્યતા કહેવી જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે પલાશના શરીરની અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ અનેક ગાઉની છે. દેવ ચ્યવને પલાશ વૃક્ષમાં ઉત્પન્ન થતા નથી. | २ ते णं भंते ! जीवा किं कण्हलेस्सा, णीललेस्सा, काउलेस्सा?
गोयमा ! कण्हलेस्से वा णीललेस्से वा काउलेस्से वा, एवं छव्वीसं भंगा । सेसं तं चेव ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પલાશ વૃક્ષના જીવ શું કૃષ્ણલેશી, નીલલેશી અને કાપોતલેશી હોય છે?
ઉત્તર- હે ગૌતમ! તે કૃષ્ણલેશી, નીલલેશી અથવા કાપોતલેશી હોય છે. આ રીતે અહીં ઉચ્છવાસ દ્વારની સમાન ૨૬ ભંગ થાય છે. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે
વિવેચન :
પલાશ વૃક્ષ(ખાખરાનું ઝાડ)ના જીવમાં અવગાહના, ઉત્પત્તિ અને લેગ્યા આ ત્રણ દ્વારોને છોડીને શેષ સર્વ દ્વારા ઉત્પલ જીવની સમાન છે.
અવગાહના :- ઉત્કૃષ્ટ અવગાહના અનેક ગાઉની હોય.
ઉત્પત્તિ - મનુષ્ય અને તિર્યંચ બે ગતિના જીવો આવીને ઉત્પન્ન થાય છે, દેવ આવીને ઉત્પન્ન થતા નથી.
લેશ્યા - દેવ આવીને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય તો પ્રશસ્ત વનસ્પતિમાં થાય છે. ઉત્પલ પ્રશસ્ત