________________
૫૩૦
શ્રી ભગવતી સૂત્ર–૩
શતક-૧૧ : ઉદ્દેશક ૧-૮
સંક્ષિપ્ત સાર
આ શતકના પ્રથમ આઠ ઉદ્દેશકમાં ક્રમશઃ (૧) ઉત્પલ, (૨) શાલૂક, (૩) પલાશ, (૪) કુંબિક, (પ) નાલિક, (૬) પદ્મ, (૭) કર્ણિકા અને (૮) નલિન આદિ કમળની વિવિધ જાતિ રૂપ વનસ્પતિના વિષયમાં ૩૩ કારના માધ્યમથી વિસ્તૃત વિચારણા કરી છે.
વનસ્પતિકાયના જીવ એકેન્દ્રિય જાતિના, અલ્પવિકસિત ચેતનાવાળા છે. તેમ છતાં તેનો આત્મા અસંખ્યાત પ્રદેશી અને આત્મ શક્તિની અપેક્ષાએ અન્ય સર્વ આત્માઓની સમાન છે. સૂત્રકારે તે જીવોમાં ઉત્પત્તિ, કર્મબંધ, ઉદય, ઉદીરણા, લૈશ્યા, જ્ઞાન, દર્શનાદિ પ્રત્યેક ભાવોનું કથન કરીને તેની આત્મશક્તિને
પ્રદર્શિત કરી છે.
ઉદ્દેશક-૧ ઃ- ઉત્પલ કમળના જીવો નરક સિવાયની શેષ ત્રણ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે. એક સમયમાં જઘન્ય એક જીવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાત જીવો ઉત્પન્ન થઈ શકે છે. તેના શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ૧,૦૦૦ યોજનની હોય છે, તે જીવ સાત કે આઠ કર્મ બાંધે છે, તેને આઠ કર્મનો ઉદય અને વેદન હોય છે. તેને કૃષ્ણાદિ ચાર લૈશ્યા, મિથ્યાદષ્ટિ, પ્રથમ બે અજ્ઞાન, કાયયોગ, સાકાર અને અનાકાર ઉપયોગ હોય છે. તેના શરીરમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે અને તેનો આત્મા અરૂપી છે. પર્યાપ્તાવસ્થામાં શ્વાસોચ્છવાસ સહિત અને અપર્યાપ્તાવસ્થામાં શ્વાસોચ્છવાસ રહિત હોય છે. તે જીવો છ દિશામાંથી આહારના પુદ્ગલોને ગ્રહણ કરે છે. વાટે વહેતી અવસ્થામાં અનાહારક પણ હોય છે, તે સર્વ જીવોમાં વિરતિના ભાવ પ્રગટ થતા નથી, તેઓ હંમેશાં સક્રિય(ક્રિયાવાળા) જ હોય છે અક્રિય(ક્રિયા રહિત) થઈ શકતા નથી. તે જીવને ચાર સંજ્ઞા, ચાર કષાય, નપુંસક વેદ હોય છે. તે ત્રણ વેદમાંથી કોઈપણ વેદના બંધક હોય છે, તે અસંશી(મનરહિત) અને એક સ્પર્શેન્દ્રિય યુક્ત છે.
તે જીવો મરીને પુનઃ જો ઉત્પલાદિમાં જ ઉત્પન્ન થાય તો તે રીતે જન્મ-મરણ કરતાં અસંખ્યાત કાલ વ્યતીત કરે છે. આ તેની કાયસ્થિતિ કહેવાય છે. તેની સ્થિતિ(એક ભવની) જઘન્ય અંતઃમુહૂર્ત ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષની હોય છે. તેમાં ત્રણ સમુદ્દાત તથા સમવહત અને અસમવહત બંને પ્રકારના મરણ હોય છે. તે જીવ મરીને મનુષ્ય અને તિર્યંચગતિમાં જાય છે.
ચારે ગતિના જીવોએ પૂર્વે અસંખ્ય કે અનંતવાર ઉત્પલપણે જન્મ-મરણ કર્યા છે.
આ રીતે શાલૂક, પલાશ આદિ ઉદ્દેશકોની વક્તવ્યતા પ્રાયઃ ઉત્પલ કમળની સમાન છે. તેમાં કેટલાક હારમાં વિશેષતા છે.
(૧) ઉપપાત :– કુંભિક, નાલિક અને પલાશમાં દેવ આવીને ઉત્પન્ન થતા નથી. તેથી તેમાં બે ગતિના