________________
શતક–૧૦: ઉદ્દેશક-૫
| પ૨૩ |
તેની પ્રત્યેક દેવીનો પરિવાર ચંદ્રની સમાન જાણવો. તેમાં વિશેષતા એ છે કે તેના વિમાનનું નામ અંગારાવર્તસક અને સિંહાસનનું નામ અંગારક છે. આ રીતે વ્યાલ નામના ગ્રહના વિષયમાં પણ જાણવું જોઈએ. આ રીતે ૮૮ મહાગ્રહોના વિષયમાં અંતિમ ભાવકેતુ ગ્રહ સુધી જાણવું જોઈએ. પરંતુ અવતંસક અને સિંહાસનનું નામ ઇન્દ્રની સમાન છે, શેષ વર્ણન પૂર્વવતુ જાણવું જોઈએ. વૈમાનિકેન્દ્રોની અગ્રમહિષીઓ અને તેનો પરિવાર :२३ सक्कस्स णं भंते ! देविंदस्स देवरण्णो पुच्छा?
૩ળ્યો અ૬ ૩૫/હિલો પછાત્તાગો, તં નહીં- પરમ, સિવા, સેવા, अंजू,अमला, अच्छरा, णवमिया, रोहिणी । तत्थ णं एगमेगाए देवीए सोलस सोलस देवी सहस्स परिवारो पण्णत्तो।
पभू णं ताओ एगमेगा देवी अण्णाई सोलससोलस देविसहस्साई परिवार विउव्वित्तए । एवामेव सपुव्वारेणं अट्ठावीसुत्तरं देविसयसहस्सं परिवारं, से तं તુલા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્રને કેટલી અગ્રમહિષીઓ કહી છે?
ઉત્તર– હે આર્યો! આઠ અગ્રમહિષીઓ છે. યથા-પઘા, શિવા, શ્રેયા, અંજુ, અમલા, અપ્સરા, નવમિકા અને રોહિણી. તેમાં પ્રત્યેક દેવીને ૧૬,૦૦૦ દેવીઓનો પરિવાર છે. તે પ્રત્યેક દેવી, અન્ય ૧૬,000 દેવીઓના પરિવારની વિદુર્વણા કરી શકે છે. આ રીતે પૂર્વાપર મળીને ૧,૨૮,૦00 દેવીઓના પરિવારની વિદુર્વણા કરી શકે છે. આ એક ત્રુટિત(વર્ગ) કહેવાય છે. २४ पभू णं भंते ! सक्के देविंदे देवराया सोहम्मे कप्पे सोहम्मवडेंसए विमाणे सभाए सुहम्माए सक्कंसि सीहासणंसि तुडिएणं सद्धिं दिव्वाई भोगभोगाइं भुंजमाणे विहरित्तए ?
अज्जो ! जहा चमरस्स, णवरं परिवारो जहा मोउद्देसए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર સૌધર્મદેવલોકના સૌધર્માવલંસક વિમાનમાં, સુધર્મા સભામાં, શક્ર નામના સિંહાસન પર બેસીને, તે ત્રુટિત સાથે દિવ્ય ભોગ ભોગવે છે?
ઉત્તર–હે આર્યો! તેનું સર્વ વર્ણન અમરેન્દ્રની સમાન જાણવું જોઈએ. પરંતુ તેના પરિવારનું વર્ણન મોકા ઉદ્દેશક અર્થાત્ શતક-૩/૧ અનુસાર જાણવું જોઈએ.
२५ सक्कस्स णं देविंदस्स देवरण्णो सोमस्स महारण्णो कइ अग्गमहिसीओ પુચ્છા ?