________________
[ પરર ]
શ્રી ભગવતી સૂત્ર-૩
कालस्स णवरं सरिसणामियाओ रायहाणीओ सीहासणाणि य, सेसं तं चेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ગીતરતીન્દ્રને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર- હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ છે. યથા– સુઘોષા, વિમલા, સુસ્વરા અને સરસ્વતી. પ્રત્યેક દેવીના પરિવારનું વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. આ રીતે ગીતયશ ઇન્દ્રના વિષયમાં પણ જાણવું જોઈએ. આ સર્વ ઇન્દ્રોનું શેષ સર્વ વર્ણન કાલેન્દ્રની સમાન છે. રાજધાનીઓ અને સિંહાસનોના નામ ઇન્દ્રોના નામની સમાન તથા શેષ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ.
જ્યોતિષી દેવોની અગમહિષી અને તેનો પરિવાર:२१ चंदस्स णं भंते ! जोइसिंदस्स जोइसरण्णो पुच्छा।
अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- चंदप्पभा, दोसिणाभा, अच्चिमाली, पभंकरा । एवं जहा जीवाभिगमे जोइसियउद्देसए तहेव सूरस्स वि सूरप्पभा, आयवाभा, अच्चिमाली, पभंकरा । सेसं तं चेव जाव णो चेव ण मेहुणवत्तिय । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન ! જ્યોતિષેન્દ્ર જ્યોતિષરાજ ચન્દ્રને કેટલી અગ્રમહિષીઓ છે?
ઉત્તર- હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ છે. યથા– ચંદ્રપ્રભા, જ્યોત્નાભા, અર્ચિમાલી અને પ્રભંકરા. ઇત્યાદિ જીવાભિગમ સૂત્રની ત્રીજી પ્રતિપત્તિના “જ્યોતિષી' નામના બીજા ઉદ્દેશક અનુસાર જાણવું. આ રીતે સૂર્યના વિષયમાં પણ જાણવું. સૂર્યની ચાર અગ્રમહિષીઓના નામ આ પ્રમાણે છેસૂર્યપ્રભા, આતપાભા, અર્ચિમાલી અને પ્રભંકરા. ઇત્યાદિ પૂર્વવત્ સર્વ કથન કરવું જોઈએ યાવતું તે સુધર્મા સભામાં મૈથુન સેવન કરતા નથી. २२ इंगालस्स णं भंते ! महग्गहस्स कइ अग्गमहिसीओ, पुच्छा?
अज्जो ! चत्तारि अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा- विजया, वेजयंती, जयंती, अपराजिया । तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारो, सेसंतं चेव जहा चंदस्स णवरं इंगालवडेसए विमाणे, इंगालगंसि सीहासणंसि, सेसंतं चेव, एवं वियालगस्स वि । एवं अट्ठासीईए वि महागहाणं भाणियव्वं जाव भावकेउस्स, णवरं वडेंसगा सीहासणाणि य सरिसणामगाणि, सेसं तं चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અંગાર નામના મહાગ્રહને કેટલી અગ્નમહિષીઓ છે?
ઉત્તર- હે આર્યો! ચાર અગ્રમહિષીઓ છે, યથા– વિજયા, વૈજયંતી, જયંતી અને અપરાજિતા.