________________
શ્રી ભગવતી સૂત્ર–૩
अवसेसं जहा चमरस्स, णवरं परिवारो जहा - सूरियाभस्स, सेसं तं चेव जाव णो चेव णं मेहुणवत्तियं ।
૫૧૬
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! શું અસુરેન્દ્ર અસુરરાજ ચમરના લોકપાલ સોમ નામના મહારાજા, પોતાની સોમા રાજધાનીની સુધર્મા સભામાં, સોમ નામના સિંહાસન પર બેસીને તે ત્રુટિતની(દેવીઓના વર્ગની) સાથે ભોગ ભોગવવામાં સમર્થ છે ?
ઉત્તર– હે આર્યો ! જે રીતે ચમરના સંબંધમાં કહ્યું, તે જ રીતે અહીં પણ જાણવું જોઈએ. તેનો પરિવાર વગેરે રાજપ્રશ્નીય સૂત્રમાં વર્ણિત સૂર્યાભદેવની સમાન જાણવો જોઈએ. શેષ સર્વ પૂર્વવત્ જાણવું જોઈએ. યાવત્ તે પોતાની સુધર્મા સભામાં મૈથુન સેવન કરતા નથી.
६ | चमरस्स णं भंते ! असुरिंदस्स असुरकुमाररण्णो जमस्स महारण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ ?
अज्जो ! एवं चेव, णवरं जमाए रायहाणीए, सेसं जहा सोमस्स । एवं वरुणस्स वि, णवरं वरुणाए रायहाणीए; एवं वेसमणस्स वि, णवरं वेसमणाएरायहाणीए; सेसं तं चेव जाव णो चेव णं मेहुणवत्तियं ।
ભાવાર્થ:
પ્રશ્ન- હે ભગવન્ ! તે ચમરના લોકપાલ યમ મહારાજાને કેટલી અગ્રમહિષીઓ છે ?
ઉત્તર– હે આર્યો ! જે રીતે સોમ મહારાજાનું કથન કર્યું, તે જ રીતે યમ મહારાજાનું પણ કથન કરવું જોઈએ. પરંતુ તેમાં વિશેષતા એ છે કે યમ લોકપાલની યમા નામની રાજધાની છે. આ રીતે વરુણ અને વૈશ્રમણનું પણ કથન કરવું જોઈએ. વરુણની રાજધાની વરુણા છે અને વૈશ્રમણની રાજધાની વૈશ્રમણા છે. શેષ સર્વ પૂર્વવત્ જાણવું જોઈએ. યાવત્ તે દેવો સુધર્માસભામાં મૈથુન સેવન કરતા નથી.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં ચમરેન્દ્ર અને તેના લોકપાલની અગ્રમહિષીઓ તથા તેના પરિવારનું નિરૂપણ છે. જે સૂત્રપાઠથી સ્પષ્ટ છે.
બલીન્દ્રની અગ્રમહિષી અને તેનો પરિવાર :
७ बलिस्स णं भंते ! वइरोयणिंदस्स पुच्छा ?
अज्जो ! पंच अग्गमहिसीओ पण्णत्ताओ, तं जहा - सुभा णिसुंभा रंभा णिरंभा मया । तत्थ णं एगमेगाए देवीए अट्ठट्ठ देवीसहस्सं परिवारो, सेसं जहा चमरस्स, णवरं बलिचंचाए रायहाणीए, परिवारो जहा मोउद्देसए सेसं तं चेव जाव णो चेव णं मेहुणवत्तियं ।