________________
શતક—૧૦: ઉદ્દેશક-૫
૫૧૫
ઉત્તર- હે આર્યો ! તેમ શક્ય નથી.
પ્રશ્ન– હે ભગવન્ ! તેનું શું કારણ છે કે ચમરચંચા રાજધાનીની સુધર્મા સભામાં તે અસુરેન્દ્ર અસુરરાજ ચમર દિવ્ય ભોગ ભોગવવામાં સમર્થ નથી ?
ઉત્તર– હે આર્યો ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની ચમરચંચા રાજધાનીની સુધર્મા નામની સભામાં, માણવક ચૈત્યસ્તંભમાં વજ્રમય ગોળ ડબ્બીમાં અનેક જિનદાઢાઓ છે, જે અસુરેન્દ્ર અસુરરાજ ચમરને માટે તથા અન્ય અનેક અસુરકુમાર દેવ-દેવીઓ માટે અર્ચનીય, વંદનીય, નમસ્કરણીય, પૂજનીય તથા સત્કાર અને સન્માન કરવા યોગ્ય છે. તે કલ્યાણકારી, મંગલકારી, દેવરૂપ, ચૈત્યરૂપ અને પર્યુપાસના કરવા યોગ્ય છે. તે દાઢાઓના કારણે તે અસુરેન્દ્ર, પોતાની રાજધાનીની સુધર્માસભામાં દેવીઓ સાથે દિવ્ય ભોગવવા યોગ્ય ભોગ ભોગવતા નથી. તેથી હે આર્યો ! એ પ્રમાણે કહ્યું છે કે, 'અસુરેન્દ્ર અસુરરાજ ચમર ચમરચંચા રાજધાનીમાં સુધર્માસભામાં દેવી પરિવાર સાથે મૈથુન સંબંધી ભોગ ભોગવવામાં સમર્થ નથી.
હે આર્યો ! તે અસુરેન્દ્ર અસુરરાજ, ચમર ચમરચંચા રાજધાનીની સુધર્માસભામાં ચમર નામના સિંહાસન પર બેસીને, ૬૪,૦૦૦ સામાનિક દેવો, ૩૩ ત્રાયસ્વિંશક દેવો અને અન્ય અનેક અસુર કુમાર દેવ-દેવીઓની સાથે પ્રવૃત્ત થઈને, નિરંતર થતાં નાટય, ગીત અને વાજિંત્રોના શબ્દો દ્વારા, કેવળ પારિવારિક ઋદ્ધિના સુખભોગરૂપે પરિચારણા કરી શકે છે પરંતુ મૈથુન પ્રવૃત્તિ કરતા નથી.
४
चमरस्स णं भंते ! असुरिंदस्स असुरकुमाररण्णो सोमस्स महारण्णो कइ अग्गमहिसीओ पण्णत्ताओ ?
અખ્ખો ! ચત્તાર અામહિલીઓ પળત્તાઓ, તેં નહીં- વળા, વળાતા, चित्तगुत्ता, वसुंधरा । तत्थ णं एगमेगाए देवीए एगमेगं देवीसहस्सं परिवारे पण्णत्ते । पभूणं ताओ एगमेगाए देवीए अण्णं एगमेगं देवीसहस्सं परिवारं विडव्वित्तए । एवामेव सपुव्वावरेणं चत्तारि देवीसहस्सा । से त्तं तुडिए ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! અસુરેન્દ્ર અસુરરાજ ચમરના લોકપાલ સોમ મહારાજને કેટલી અગ્રમહિષીઓ કહી છે ?
ઉત્તર– હે આર્યો ! તેને ચાર અગ્રમહિષીઓ કહી છે, યથા– કનકા, કનકલતા, ચિત્રગુપ્તા અને વસુંધરા. તે પ્રત્યેક દેવીને એક-એક હજાર દેવીઓનો પરિવાર છે. તે પ્રત્યેક અગ્રમહિષી દેવી, એક-એક હજાર દેવીઓના પરિવારની વિપુર્વણા કરી શકે છે. આ રીતે સર્વ મળીને ૪૦૦૦ દેવીઓ થાય છે. આ ત્રુટિત(દેવીઓનો વર્ગ) કહેવાય છે.
५ पभू णं भंते ! चमरस्स असुरिंदस्स असुरकुमाररण्णो सोमे महाराया सोमाए रायहाणीए सभाए सुहम्माए सोमंसि सीहासणंसि तुडिएणं, पुच्छा ?