________________
સ્વાભાવિક રીતે જ્યારે કોઈ પણ સ્કંધના વિભાગ થતાં હોય ત્યારે ગમે તે રીતે વિભાગ થવાની શક્યતા છે. પરંતુ ઉપલબ્ધ પાઠ પ્રમાણે પૂર્વ-પશ્ચાત્મા સર્વે ય શક્ય ભંગ થાય અને તે જ ત્રણ ભંગ કેમ ન થાય ? જીજ્ઞાસુના મનમાં તેવો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કારણ કે આ પ્રકારના ભંગ થવામાં સૈદ્ધાંતિક કોઈવિરોધ જણાતો નથી. વિચારતાં જણાય છે કે સેંકડો ભંગોના પાઠની સમાનતાના કારણે કયારેક લિપિદોષ આદિથી તે ભંગ મૂલ પાઠમાંથી નીકળી ગયા હોય. આ પ્રકારની વિચારણા કરીને અમે તે ત્રણે ય ભંગના પાઠને યથાસ્થાને કૌંસમાં મૂક્યા છે.
શતક–૯/૩ થી ૩૦ તથા શતક–૧૦/૭ થી ૩૪ માં શ્રી જીવાભિગમ સૂત્રના અતિદેશપૂર્વક પ૬ અંતરદ્વીપનું વર્ણન છે. તેના સંબંધમાં ચુલ્લ હિમવંત અને શિખરી પર્વતની દાઢાઓ લવણ સમુદ્રમાં ગઈ છે અને તેના પર અંતરદ્વીપ છે તેવી પરંપરા બહુ પ્રચલિત છે.
પરંતુ તત્સંબંધિત જંબૂઢીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર વક્ષસ્કાર–૪ અને ભગવતી સૂત્ર શતક–૯/૩થી૩૦ તથા જીવાભિગમ સૂત્ર પ્રતિપત્તિ-૪ના સૂત્રપાઠોનું અવલોકન કરીને દાઢાઓને ન સ્વીકારતા દાઢાઓના આકારે અંતર્દીપ સમુદ્રમાં ગોઠવાયેલા છે તેમ સ્પષ્ટતા કરી છે. જેને પાઠક આ સૂત્રના વિવેચનમાં યથાસ્થાને મનન કરી શકશે.
શ્રી ભગવતીસૂત્રમાં કેટલાક વિષયો અતિ ગહન છે. તેને સરળ બનાવવા અને વાચકો તેને સરળતાપૂર્વકથી સમજી શકે તે માટે વિવેચનમાં વર્તમાનયુગના માનસ અનુસાર કોષ્ટકો અને ચાર્ટ દ્વારા વિષયને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ગાંગેય અણગારના ભંગોને સમજાવવા યથાયોગ્ય બધા જ ભંગો બનાવીને સ્પષ્ટ કર્યા છે.
આગમ સંપાદન દરમ્યાન કોઈ પણ ચર્ચાસ્પદ વિષયોની વિચારણા હોય ત્યારે આગમમનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા., મુખ્ય સંપાદિકા ગુરુણીમૈયા પૂ. લીલમબાઈ મ. તથા અમે બંને સાધ્વીઓ(સાધ્વી આરતી અને સાધ્વી સુબોધિકા) આગમોના ભાવો યથાવત્ જળવાઈ રહે તે પ્રમાણે વિચાર કરીને નિર્ણય કરીએ છીએ.
આગમ સંપાદનમાં મૂળ આગમ, અભયદેવ સૂરિકૃત સંસ્કૃત ટીકા, અન્ય આગમોના સંદર્ભ તેમજ આવશ્યકતા અનુસાર અન્ય ગ્રંથોનો ક્રમશઃ આધાર લેવાય છે.
અમારા સંપાદન કાર્યની ક્રમશઃ થતી સફળતાની પાવનપળે અમારા સ્મૃતિપટ
52