________________
શતક-૧૦ : ઉદ્દેશક-૪
ઉત્તર– હે ગૌતમ ! નાગકુમારેન્દ્ર નાગકુમારરાજ ધરણેન્દ્રના ત્રાયત્રિંશક દેવોના નામ શાશ્વત છે. તે ક્યારે ય ન હતા તેમ નથી, નહીં રહેશે તેમ પણ નથી યાવત્ પૂર્વના ચ્યવે છે અને નવા ઉત્પન્ન થાય છે. આ રીતે ભૂતાનંદથી મહાઘોષ ઇન્દ્ર પર્યંતના ત્રાયસ્વિંશક દેવોના વિષયમાં જાણવું જોઈએ. વૈમાનિક ઇન્દ્રોના ત્રાયશ્રિંશક દેવ :
૫૦૯
७ अत्थि णं भंते! सक्कस्स देविंदस्स, देवरण्णो तायत्तीसगा देवा ?
हंता अत्थि ।
सेकेणणं भंते ! जाव तायत्तीसगा देवा, तायत्तीसगा देवा ?
एवं खलु गोयमा ! तेणं कालेणं तेणं समएणं इहेव जंबुद्दीवे दीवे भारहे वासे पलासए णामं सण्णिवेसे होत्था, वण्णओ । तत्थ णं पलासए सण्णिवेसे तायत्तीसं सहाया गाहावई समणोवासया जहा चमरस्स जाव विहरति । तएणं ते तायत्तीसं सहाया गाहावई समणोवासया पुव्विं पि पच्छा वि उग्गा, उग्गविहारी, संविग्गा, संविग्गविहारी बहूइं वासाइं समणोवासगपरियागं पाउणंति पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झूर्सेति, झूसित्ता सट्ठि भत्ताइं अणसणाए छेदेंति, छेदित्ता आलोइयपडिक्कंता समाहिपत्ता कालमासे कालं किच्चा जाव उववण्णा । प्पभि चणं भंते! पलासगा तायत्तीसं सहाया गाहावई समणोवासगा, सेसं जहा चमरस्स जाव अण्णे उववज्जति ।
ભાવાર્થ f:- પ્રશ્ન- હે ભગવન્ ! શું દેવરાજ દેવેન્દ્ર શક્રના ત્રાયસ્વિંશક દેવો છે ?
ઉત્તર– હા, ગૌતમ છે.
પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે દેવેન્દ્ર દેવરાજ શક્રના ત્રાયસ્વિંશક દેવો છે ?
ઉત્તર– હે ગૌતમ ! શક્રના ત્રાયસ્વિંશક દેવોનો સંબંધ આ પ્રમાણે છે– તે કાલે, તે સમયે જંબુદ્રીપના ભારતવર્ષમાં પલાશક નામનું સન્નિવેશ હતું. તે પલાશક સન્નિવેશમાં પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસકો રહેતા હતા. ઇત્યાદિ સર્વ વર્ણન ચમરેન્દ્રના ત્રાયશ્રિંશક દેવો અનુસાર જાણવું જોઈએ યાવત્ તે પરસ્પર સહાયક તેત્રીસ શ્રમણોપાસકો પહેલા અને પછી ઉગ્ર, ઉગ્રવિહારી અને સંવિગ્ન, સંવિગ્નવિહારી થઈને અનેક વર્ષોની શ્રમણોપાસક પર્યાયનું પાલન કરીને, માસિક સંલેખનાથી શરીરને કૃશ કરીને, સાઠ ભક્તોનું અનશન દ્વારા છેદન કરીને, અંતે આલોચના અને પ્રતિક્રમણ કરીને કાલના સમયે સમાધિપૂર્વક કાલ કરીને, શક્રના ત્રાયશ્રિંશક દેવરૂપે ઉત્પન્ન થયા છે.
હે ભગવન્ ! જ્યારથી પલાશ સંન્નિવેશવાસી ૩૩ શ્રાવકો ત્રાયસ્વિંશક દેવરૂપે ઉત્પન્ન થયા છે, ત્યારથી જ શક્રના ત્રાયસ્વિંશક દેવ છે ?