________________
શતક–૧૦: ઉદ્દેશક-૪
૫૦૩
શિતક-૧૦ : ઉદ્દેશક-૪. જેજ સંક્ષિપ્ત સાર જ
આ ઉદ્દેશકમાં ત્રાયસ્વિંશક દેવો, તેની સંખ્યા અને તેની શાશ્વતતાનું નિરૂપણ છે. તેમાં મુખ્યતયા શ્યામહસ્તી અણગારે શ્રી ગૌતમ સ્વામીને પૂછેલા પ્રશ્નોત્તર છે. ત્રાયશ્ચિંશક દેવ -જે દેવ ઇન્દ્રના મંત્રી કે પુરોહિતનું કાર્ય કરે છે તેને ત્રાયન્ટિંશક દેવ કહે છે.
- વાણવ્યંતર અને જ્યોતિષી દેવોમાં તથાપ્રકારના સ્વભાવે ત્રાયશ્ચિંશક દેવો હોતા નથી. ભવનપતિ અને વૈમાનિક જાતિના દેવોમાં પ્રત્યેક ઇન્દ્રના ૩૩ ત્રાયશ્ચિંશક દેવો હોય છે. તેની સંખ્યા નિયત છે.
ત્રાયસ્વિંશક દેવ શાશ્વત છે. એક દેવનું આયુષ્ય પૂર્ણ થાય ત્યારે તેનું ચ્યવન થાય અને તેના સ્થાને અન્ય દેવ જન્મધારણ કરે છે. આ રીતે તેની પરંપરા અખંડ રહે છે. ત્રણે કાલમાં ૩૩ત્રાયસ્વિંશકદેવો નહોય તેમ નથી. દશે જાતિના ભવનપતિને અને ૧૨ દેવલોકના દશેય ઇન્દ્રોને ૩૩-૩૩ ત્રાયસ્વિંશક દેવ હોય છે. અસુરકુમારના ત્રાયઅિંશકદેવ -કાકક્કી નગરીમાં પરસ્પર સહાયક ૩૩મિત્રો રહેતા હતા. જે યથોચિત શ્રાવક ધર્મનું પાલન કરતા હતા પરંતુ પાછળથી તે શિથિલાચારી બનીને, અંતે તે પાપસ્થાનની આલોચનાદિ કર્યા વિના જ કાલધર્મ પામ્યા, તેથી તે વિરાધક થઈને, અસુરકુમાર જાતિના ત્રાયસ્વિંશક દેવ તરીકે ઉત્પન્ન થયા.
શકેન્દ્રના ત્રાયન્નિશક દેવ - પલાશક નામના નગરમાં ૩૩ શ્રમણોપાસકો હતા. શ્રાવક ધર્મનું યથોચિત પાલન કરતા હતા અને જીવનના અંત સુધી તેઓએ સંવેગ ભાવ ટકાવી રાખ્યો અને અંતે આલોચનાદિ કરીને કાલધર્મ પામ્યા, તેથી તે આરાધક થઈને, શક્રેન્દ્રના ત્રાયસ્વિંશક દેવ તરીકે ઉત્પન્ન થયા.