________________
[ ૪૮૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
देसे, धम्मत्थिकायस्स पएसा; णो अधम्मत्थि-काए, अधम्मत्थिकायस्स देसे, अधम्मत्थिकायस्स पएसा, णो आगासत्थिकाए आगासत्थिकायस्स देसे, आगासत्थि कायस्स पएसा, अद्धासमए । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! ઐન્દ્રી(પૂર્વ) દિશા જીવરૂપ છે, જીવના દેશરૂપ છે, જીવના પ્રદેશરૂપ છે, અથવા અજીવરૂપ છે, અજીવના દેશરૂપ છે કે અજીવના પ્રદેશરૂપ છે?
ઉત્તર-હે ગૌતમ! તે જીવરૂપ પણ છે; જીવદેશ અને જીવ પ્રદેશરૂપ પણ છે. તે અજીવ, અજીવ દેશ અને અજીવપ્રદેશરૂપ પણ છે. તેમાં જે જીવ છે, તે નિયમતઃ એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય તથા અનિદ્રિય(કેવળજ્ઞાની) છે. જે જીવના દેશ છે, તે નિયમતઃ એકેન્દ્રિય જીવના દેશ છે ભાવતુ અનિન્દ્રિય જીવના દેશ છે; જે જીવના પ્રદેશ છે, તે નિયમતઃ એકેન્દ્રિય જીવના પ્રદેશ યાવત્ અનિન્દ્રિય જીવના પ્રદેશ છે. તેમાં જે અજીવ છે, તેના બે પ્રકાર છે, યથા– રૂપી અજીવ અને અરૂપી અજીવ. રૂપી અજીવના ચાર ભેદ છે. યથા- સ્કંધ, સ્કંધદેશ, સ્કંધપ્રદેશ અને પરમાણુ યુગલ. જે અરૂપી અજીવ છે, તેના સાત પ્રકાર છે, યથા-ધર્માસ્તિકાય નથી, પરંતુ (૧) ધર્માસ્તિકાયનો દેશ છે. (૨) ધર્માસ્તિકાયના પ્રદેશ છે. અધર્માસ્તિકાય નથી, પરંતુ (૩) અધર્માસ્તિકાયનો દેશ છે. (૪) અધર્માસ્તિકાયના પ્રદેશ છે. આકાશાસ્તિકાય નથી પરંતુ (૫) આકાશસ્તિ કાયનો દેશ છે. (૬) આકાશાસ્તિકાયના પ્રદેશ છે (૭) અદ્ધાસમય અર્થાતુ કાલ
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં દિશા શેનાથી વ્યાપ્ત છે? તે વિષયને સ્પષ્ટ કર્યો છે.
મેરુપર્વતના આઠ રુચક પ્રદેશ છે જે ચાર ઉપર અને ચાર નીચે તેમ ગોસ્તનાકારે સ્થિત છે. તેમાંથી દશ દિશા નીકળે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તે ચાર દિશાઓ પ્રારંભમાં બે-બે પ્રદેશ છે. ત્યાર પછી આગળ વધતા, તે બે-બે પ્રદેશથી વૃદ્ધિ પામતી લોકાત્ત સુધી અને અલોક સુધી જાય છે. લોકમાં તે પહોળાઈની અપેક્ષાએ સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશ અને અલોકમાં પહોળાઈની અપેક્ષાએ અસંખ્યાત કે અનંત પ્રદેશી બને છે. લંબાઈની અપેક્ષાએ તે દિશાઓ લોકમાં અસંખ્ય પ્રદેશ અને અલોકમાં અનંતપ્રદેશી હોય છે. તેથી તેનો આકાર ગાડાના ઓધન જેવો બને છે. ચારે વિદિશાઓ એક-એક પ્રદેશથી પ્રારંભ થાય છે અને લોકાત્ત સુધી એક પ્રદેશી જ રહે છે. તેથી તેનો આકાર મુક્તાવલી નામના હાર જેવો બને છે. ઊર્ધ્વ અને અધો દિશા ચાર પ્રદેશથી પ્રારંભ થાય છે અને લોકાન્ત સુધી ચાર પ્રદેશી જ રહે છે. તેથી તેનો આકાર રુચક સમાન બને છે.
પૂર્વ દિશામાં જીવ-અજીવનું અસ્તિત્વ :- પૂર્વદિશા સંખ્યાત અને અસંખ્યાતપ્રદેશી પહોળી છે તેથી તેમાં જીવનું અસ્તિત્વ સંભવિત છે કારણ કે કોઈ પણ જીવ ઘનાકાર અસંખ્યાત આકાશપ્રદેશ પર સ્થિત થઈ શકે છે. આ રીતે પૂર્વદિશામાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને અનિન્દ્રિય જીવ હોય છે. કેવળી સમુદ્રઘાત