________________
૪૭૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૩ गोयमा ! जीवा चेव अजीवा चेव । ભાવાર્થ – પ્રશ્ન- રાજગૃહ નગરમાં ગૌતમ સ્વામીએ પ્રભુ મહાવીરને આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન! પૂર્વ દિશા શું છે? ઉત્તર- હે ગૌતમ ! તે જીવરૂપ પણ છે અને અજીવરૂપ પણ છે.
३ किमियं भंते ! 'पडिणा' ति पवुच्चइ ? गोयमा ! एवं चेव; एवं दाहिणा एवं उदीणा एवं उड्डा एवं अहे वि । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પશ્ચિમ દિશા શું છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વદિશાની સમાન જાણવું જોઈએ. આ જ રીતે દક્ષિણદિશા, ઉત્તરદિશા, ઊર્ધ્વદિશા અને અધોદિશાના વિષયમાં જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત બે સૂત્રોમાં છ દિશાઓનું સ્વરૂપ સમજાવ્યું છે. દિશા જીવરૂપ પણ છે અને અજીવરૂપ પણ છે. તેમાં એકેન્દ્રિયાદિ જીવો સ્થિત છે તેથી તે જીવરૂપ છે અને તેમાં ધર્માસ્તિકાયાદિ અજીવ દ્રવ્યો પણ સ્થિત છે તેથી તે અજીવરૂપ છે.
પ્રસ્તુતમાં સૂત્રકારે દશ દ્રવ્યદિશાનું સ્વરૂપ સમજાવ્યું છે. દિશા નામનું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી અથવા દિશા કોઈ દેવ સ્વરૂપ પણ નથી, પરંતુ દિશાઓમાં જીવ અને અજીવ રહે છે. તેથી દિશાઓ જીવ અને અજીવરૂપ કહેવાય છે. દિશાઓ અને તેના નામ - ४ कइ णं भंते ! दिसाओ पण्णत्ताओ?
गोयमा ! दस दिसाओ पण्णत्ताओ, तं जहा- पुरत्थिमा, पुरथिमदाहिणा, दाहिणा, दाहिणपच्चत्थिमा, पच्चत्थिमा, पच्चत्थिमुत्तरा, उत्तरा, उत्तरपुरस्थिमा, ૩ી, અહો !
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દિશાઓ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! દિશાઓ દશ છે, યથા– (૧) પૂર્વ (૨) પૂર્વ દક્ષિણ (૩) દક્ષિણ (૪) દક્ષિણ પશ્ચિમ (૫) પશ્ચિમ (૬) પશ્ચિમોત્તર (૭) ઉત્તર (૮) ઉત્તર પૂર્વ (૯) ઊર્ધ્વદિશા અને (૧૦) અધો દિશા. | ५ एयासि णं भंते ! दसण्हं दिसाणं कइ णामधेज्जा पण्णत्ता? गोयमा ! दस णामधेज्जा पण्णत्ता, तं जहा