________________
શ્રી ભગવતી સૂત્ર–૩
વિદિશાઓમાં જીવ નથી. કારણ કે જીવની અવગાહના ઘનાકાર અસંખ્યાત પ્રદેશની છે જ્યારે વિદિશાઓ એક પ્રદેશાત્મક છે. તેથી ત્યાં જીવના દેશ અને પ્રદેશ હોય છે. તેમાં એકેન્દ્રિય જીવો સમગ્ર લોકમાં વ્યાપ્ત છે, જ્યારે ત્રસ જીવો અલ્પ અને ત્રસ નાડીમાં જ હોય છે. તેથી તેના અસંયોગી અને દ્વિસંયોગી ભંગ થાય છે. યથા– (૧) એકેન્દ્રિયના બહુદેશ. (૨) એકેન્દ્રિયના બહુદેશ અને એક બેઇન્દ્રિયનો એક દેશ. (૩) એકેન્દ્રિયના બહુદેશ અને એક બેઇન્દ્રિયના બહુદેશ. (૪) એકેન્દ્રિયના બહુદેશ અને અનેક બેઇન્દ્રિયના બહુદેશ.
૪૭૬
આ રીતે તેઇન્દ્રિય ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય અને અનિન્દ્રિય જીવો સાથે દ્વિસંયોગના ત્રણ-ત્રણ ભંગ કરતાં કુલ ૧૫ દ્વિસંયોગી ભંગ + ૧ અસંયોગી ભંગ = કુલ ૧૬ ભંગ થાય છે.
પ્રદેશની અપેક્ષાએ અસંયોગી એક ભંગ અને દ્વિસંયોગીના ત્રણ ભંગમાંથી પ્રથમ ભંગ થતો નથી. શેષ બે ભંગ હોય છે. યથા– (૧) એકેન્દ્રિયના બહુપ્રદેશ (૨) એકેન્દ્રિયોના બહુપ્રદેશ, બેઇન્દ્રિયના બહુપ્રદેશ (૩) એકેન્દ્રિયના બહુપ્રદેશ અને અનેક બેઇન્દ્રિયના બહુપ્રદેશ. આ રીતે તેઇન્દ્રિયથી અનિન્દ્રિય જીવો સાથે દ્વિસંયોગ કરતાં ૧૦ દ્વિસંયોગી ભંગ + ૧ અસંયોગી ભંગ = કુલ ૧૧ ભંગ થાય છે. ઊર્ધ્વ અને અધોદિશામાં પણ વિદિશા પ્રમાણે જાણવું.
આ રીતે દિશાઓનું વિસ્તૃત વિવેચન કર્યા પછી સૂત્રકારે પાંચ શરીરનું અતિદેશાત્મક કથન કર્યું
છે.
܀܀