________________
શતક–૧૦: ઉદ્દેશક-૧
૪૭૫
શતક-૧૦ : ઉદ્દેશક-૧ જે
સંક્ષિપ્ત સાર આ ઉદ્દેશકમાં મુખ્યતયા દશ દિશાઓનું સ્વરૂપ, સંસ્થાન, તેની વ્યાપકતા, તેમાં જીવ, અજીવનું અસ્તિત્વ વગેરે વિષયોનું નિરૂપણ છે. દશ દિશા – પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, ઊર્ધ્વ, અધોદિશા. દશ દિશાના ગુણ નિષ્પન્ન નામ:- દિશા અને વિદિશાના નામ તેના સ્વામી દેવના આધારે છે. તે ક્રમશઃ આ પ્રમાણે છે. ઐન્દ્રી, વારુણી, સૌમ્યા, યામ્યા, ઐશાની, આગ્નેયી, નૈઋતી અને વાયવ્ય દિશા, ઊર્ધ્વ દિશા પ્રકાશ સ્વરૂપ હોવાથી તેનું નામ વિમલા અને અધો દિશા અંધકાર સ્વરૂપ હોવાથી તેનું નામ તમા
દિશાનું ઉદ્ભવસ્થાન, સ્વરૂપ, સંસ્થાન :– મેરુ પર્વતની મધ્યમાં તેના આઠ રુચક પ્રદેશ છે. ચાર પ્રદેશ ઉપરની તરફ અને ચાર પ્રદેશ નીચેની તરફ છે. તેનો આકાર ગોસ્તનાકારે થાય છે. તેમાંથી દશે દિશા નીકળે છે. પૂર્વ, પશ્ચિમ આદિ ચારે દિશા પ્રારંભમાં બે પ્રદેશ છે અને તે ક્રમશઃ બે-બે પ્રદેશની વૃદ્ધિ પામતી, લોકાંત અને અલોકાંત સુધી જાય છે. પહોળાઈની અપેક્ષાએ તે લોકમાં સંખ્યાત કે અસંખ્યાત પ્રદેશી અને અલોકમાં અસંખ્યાત અને અનંતપ્રદેશી થાય છે. લંબાઈની અપેક્ષાએ લોકમાં અસંખ્યાત પ્રદેશી અને અલોકમાં અનંત પ્રદેશી થાય છે. તેનો આકાર ગાડાના ઓધન સમાન બને છે.
ચારે વિદિશા પ્રારંભથી અંત સુધી એક પ્રદેશી જ છે. તેથી તેનો આકાર મુક્તાવલી સમાન થાય છે.
ઊર્ધ્વ અને અધોદિશા પ્રારંભથી અંત સુધી ચાર પ્રદેશી જ રહે છે. તે ચકાકારે છે દિશા-વિદિશામાં અજીવ દ્રવ્ય - પૂર્વ આદિ કોઈ પણ દિશા લોકના એક ભાગરૂપ છે. તેથી તે સમગ્ર ધર્માસ્તિકાય રૂપ નથી પરંતુ ધર્માસ્તિકાયના દેશ અને પ્રદેશરૂપ છે. તે જ રીતે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયના દેશ અને પ્રદેશરૂપ છે. તેમજ તેમાં અદ્ધાસમય કાલ છે. આ રીતે અરૂપી અજીવના સાતભેદ અને રૂપી અજીવના અંધ, દેશ, પ્રદેશ, અને પરમાણુ તે ચાર ભેદ છે.
આ રીતે દિશા અને વિદિશામાં અજીવના કુલ ૧૧ ભેદ હોય છે. ઊર્ધ્વદિશામાં કાલ નથી પરંતુ ત્યાં મેરુપર્વતના સ્ફટિક કાંડમાં સૂર્યપ્રકાશનું સંક્રમણ થાય છે; તેથી તેમાં કાલની ગણના કરી છે. આ કારણે ઊર્ધ્વદિશામાં પણ અજીવના ૧૧ ભેદ છે. અધોદિશામાં કાલને છોડીને ૧૦ ભેદ અજીવના હોય છે. દિશા-વિદિશામાં જીવ દ્રવ્ય – ચારે દિશાઓમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પર્વતના જીવ અને અનિન્દ્રિય જીવ, તેમ છ પ્રકારના જીવ, જીવ દેશ અને જીવ પ્રદેશ આ રીતે ૧૮ ભેદ છે.