________________
[ ૪૬૦ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
अण्णयरेसु देवकिव्विसिएसु देवकिव्विसियत्ताए उववत्तारो भवंति; तं जहातिपलिओवम ट्ठिइएसु वा तिसागरोवमट्ठिइएसु वा तेरससागरोवमट्ठिईएसु वा। શબ્દાર્થ:- વેમ્પાલાળેલું = કર્મના કારણે ૩વવત્તા = ઉત્પન્ન થાય છે પડિયા = ‘ષી, અવDu૨ = અવર્ણવાદ-નિંદા કરનારા. ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કિલ્વિષી દેવ કયા કર્મના નિમિત્તથી કિલ્વિષી દેવપણે ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! જે જીવ આચાર્ય, ઉપાધ્યાય, કુલ, ગણ અને સંઘના પ્રત્યેનીક(દ્વેષી) થાય છે; આચાર્ય અને ઉપાધ્યાયનો અપયશ કરનાર, અવર્ણવાદ બોલનાર અને અપકીર્તિ કરનાર હોય છે, તે ઘણા અસત્ય અર્થને પ્રગટ કરવાથી તથા મિથ્યાકદાગ્રહથી પોતાના આત્માને, પરને અને ઉભયને ભ્રાન્ત અને મિથ્યાત્વી કરવાથી અનેક વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરવા છતાં તે અકૃત્યસ્થાન-પાપસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના, કાળના સમયે કાળ કરીને કોઈપણ કિલ્વિષી દેવોમાં કિલ્પિષી દેવપણે ઉત્પન્ન થાય છે, તે આ પ્રમાણે છે- ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા, ત્રણ સાગરોપમની સ્થિતિવાળા અને તેર સાગરોપમની સ્થિતિવાળા.
६१ देवकिव्विसिया णं भंते ! ताओ देवलोगाओ आउक्खएणं, भवक्खएणं, ठिईक्खएणं अणंतरं चयं चइत्ता कहिं गच्छंति कहिं उववज्जति ?
गोयमा ! जाव चत्तारि पंच रइय-तिरिक्खजोणिय-मणुस्स-देवभवग्गहणाई संसारं अणुपरियट्टित्ता तओ पच्छा सिझति जावदुक्खाणं अंत करेंति; अत्थेगइया अणाईयं अणवदग्गं दीहमद्धं चाउरंतसंसारकतारं अणुपरियम॒ति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કિલ્પિષી દેવો આયુ, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને, તે દેવલોકમાંથી ચ્યવીને ક્યાં જાય છે, ક્યાં ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! કેટલાક કિલ્પિષી દેવો નૈરયિક, તિર્યચ, મનુષ્ય અને દેવના ચાર-પાંચ ભવ કરતાં સંસાર પરિભ્રમણ કરીને, સિદ્ધ થાય છે યાવતુ સમસ્ત દુઃખોનો અંત કરે છે. અને કેટલાક કિલ્વિષીદેવો અનાદિ, અનંત અને દીર્ઘ માર્ગવાળા ચાર ગતિરૂપ સંસાર અટવીમાં પરિભ્રમણ કરે છે.
વિવેચન :
કિષિી દેવઃ- પાપાચરણ કરવાના કારણે જે દેવો ચાંડાલ સમાન હોય છે, તેને કિલ્વિષી દેવ કહે છે. જે રીતે ચાંડાલ જાતિના માનવો આ લોકમાં અપમાનિત થાય છે, તે જ રીતે તે કિલ્વિષી દેવ પણ દેવસભામાં અપમાનિત થાય છે. દેવસભામાં જ્યારે તે કાંઈ પણ બોલે ત્યારે મહદ્ધિક દેવો તેનું અપમાન કરીને બેસાડી દે છે.