________________
[ ૪૫૮ |
શ્રી ભગવતી સૂત્ર-૩
સ્વામી હતા, ત્યાં આવ્યા; ત્યાં આવીને, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું- હે ભગવન્! આપ દેવાનુપ્રિયના અંતેવાસી કુશિષ્ય જમાલી અણગાર કાળના સમયે કાળ કરીને ક્યાં ગયા, ક્યાં ઉત્પન્ન થયા?
ઉત્તર-હે ગૌતમ!આ પ્રકારે સંબોધન કરીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને આ પ્રમાણે કહ્યું- હે ગૌતમ! મારો અંતેવાસી શિષ્ય જમાલી અણગાર હતો, તેણે મારા કથન પર યાવતું મારી પ્રરૂપણા પર શ્રદ્ધા, પ્રતીતિ કે રુચિ કરી નહીં; મારા વચન પર અશ્રદ્ધા, અપ્રતીતિ કે અરુચિ કરતો તે મારી પાસેથી બીજીવાર પણ નીકળી ગયો. નીકળીને તેણે અનેક અસભૂત ભાવોની પ્રરૂપણાથી અનેક જીવોને ભ્રાંત કર્યા અને મિથ્યાત્વી બનાવ્યા. અંત સમયે તે દોષની આલોચનાદિ કર્યા વિના જ કાલના સમયે કાલધર્મ પામીને કિલ્વીષી જાતિના દેવોમાં કિલ્વીષી દેવ રૂપે ઉત્પન્ન થયો છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં જમાલી અણગારની અંતિમ સ્થિતિ અને તેના ભાવી પરિણામને પ્રદર્શિત કર્યું છે.
સાધક ગમે તેટલા કઠોર ચારિત્રનું પાલન કરે પરંતુ જ્યાં સુધી દષ્ટિ મલિન હોય, મિથ્યાત્વથી ગ્રસ્ત હોય, પોતાના વિચારોનો દુરાગ્રહ હોય, ત્યાં સુધી તે સાધકનો અધ્યાત્મ વિકાસ થતો નથી. દેવગતિ પ્રાપ્ત કરવા છતાં પણ તે નિમ્નકોટિના દેવ બને છે અને તેનું સંસારભ્રમણ ચાલુ જ રહે છે. તીર્થકરનું પ્રત્યક્ષ સાંનિધ્ય અને સન્માર્ગ દર્શન મળવા છતાં જમાલી દષ્ટિને સુધારી શક્યો નહીં અને પરિણામે ભવ ભ્રમણ વધાર્યું.
પ્રભુ મહાવીરે સમજાવ્યું છતાં મિથ્યાત્વગ્રસ્ત હોવાથી જમાલીએ પોતાનો કદાગ્રહ છોડ્યો નહીં અને મિથ્યાપ્રરૂપણા કરવા લાગ્યો. મિથ્યાપ્રરૂપણા પોતાને અને પરને બંનેને માટે હાનિકારક છે. તેથી ઉસૂત્ર પ્રરૂપણા તે મહાપાપ ગણાય છે. જમાલી સ્વયં શ્રદ્ધાથી પતિત થયો અને અનેક લોકોને શ્રદ્ધાથી ચલિત કર્યા. આ ઘોર પાપનું આચરણ કર્યું. તે ઉપરાંત અંતિમ સમયે તે પાપસ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના જ કાલધર્મને પ્રાપ્ત થયો. પરિણામે કિલ્વિષી જાતિના અર્થાત નિમ્નતમ કોટીના દેવ તરીકે ઉત્પન્ન થયો. કિલ્પિષી દેવાઃ५६ कइविहा णं भंते ! देवकिव्विसिया पण्णत्ता?
गोयमा ! तिविहा देवकिव्विसिया पण्णत्ता, तं जहा- तिपलिओवमट्ठिईया, तिसागरोवमट्टिईया, तेरससागरोवमट्टिईया । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કિલ્વિષી દેવોના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! કિલ્પિષી દેવોના ત્રણ પ્રકાર છે યથા- ત્રણ પલ્યોપમની સ્થિતિવાળા, ત્રણ સાગરોપમની સ્થિતિવાળા, તેર સાગરોપમની સ્થિતિવાળા.