________________
शत-८: देश -33
| ४४७
जमालिस्स खत्तियकमारस्स पिया तेणेव उवागच्छंति, उवागच्छित्ता करयल जाव वद्धावेत्ता एवं वयासी- संदिसंतु णं देवाणुप्पिया ! जं अम्मेहिं करणिज्जं ।
तएणं से जमालिस्स खत्तियकमारस्स पिया तं कोडुबियवरतरुणसहस्सं पि एवं वयासी- तुब्भे णं देवाणुप्पिया ! ण्हाया जाव गहियणिज्जोया जमालिस्स खत्तियकुमारस्स सीयं परिवहेह । ___ तएणं ते कोडुंबियपुरिसा जमालिस्स खत्तियकुमारस्स जाव पडिसुणित्ता ण्हाया जाव एगाभरणवसण-गहिय-णिज्जोया जमालिस्स खत्तियकुमारस्स सीयं परिवहति । ભાવાર્થ - જમાલી કુમારના પિતાએ કૌટુમ્બિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને, આ પ્રમાણે કહ્યું, “હે દેવાનુપ્રિયો ! એક સમાન, સમાન ત્વચાવાળા, સમાન ઉંમરવાળા, સમાન રૂ૫, લાવણ્ય અને યૌવનગુણોથી યુક્ત તથા સમાન આભૂષણ અને વસ્ત્ર પરિધાન કરેલા એક હજાર ઉત્તમ યુવક પુરુષોને બોલાવો.”
ત્યારપછી તે કૌટુંબિક પુરુષોએ સ્વામીના વચન અનુસાર સમાન વયવાળા, સમાન ત્વચાવાળા આદિ વર્ણન મુજબના એક હજાર પુરુષોને શીધ્ર બોલાવ્યા. તે હજાર પુરુષોને સ્વામીએ બોલાવ્યા ત્યારે તે હર્ષિત અને તુષ્ટ થયા. તેઓ સ્નાનાદિ કરીને, એક સમાન આભૂષણ અને વસ્ત્ર પરિધાન કરીને જમાલીકુમારના પિતા પાસે આવ્યા અને હાથ જોડીને તેમને વધાવ્યા તથા આ પ્રમાણે બોલ્યા- “હે દેવાનુપ્રિય! અમારા યોગ્ય જે કાર્ય હોય તે કહો.”
ત્યારે જમાલી કુમારના પિતાએ તે હજાર સેવક પુરુષોને કહ્યું – “હે દેવાનુપ્રિયો ! તમે સર્વ સ્નાન આદિ કરીને, સમાન વસ્ત્ર પરિધાન કરીને, જમાલીકુમારની શિબિકાનું વહન કરો.” તે પુરુષોએ જમાલીકુમારના પિતાના કથનને સાંભળીને યાવતુ સ્નાન આદિ કરીને, એક સમાન વેશભૂષા, આભૂષણ, વસ્ત્ર અને પોશાકથી યુક્ત થઈને જમાલી કુમારની શિબિકાનું વહન કર્યું.
३९ तएणं तस्स जमालिस्स खत्तियकुमारस्स पुरिससहस्सवाहिणिं सीयं दुरूढ स्स समाणस्स तप्पढमयाए इमे अट्ठट्ठ-मंगलगा पुरओ अहाणुपुव्वीए संपट्ठिया; तं जहा- सोत्थिय-सिरिवच्छ जाव दप्पणा; तयाणंतरं च णं पुण्णकलसभिंगार जहा उववाइए जाव गगणतलमणुलिहती पुरओ अहाणुपुव्वीए संपट्ठिया, एवं जहा उववाइए तहेव भाणियव्वं जाव आलोयं च करेमाणा जयजयसदं च पउंजमाणा पुरओ अहाणुपुव्वीए संपट्ठिया । तयाणंतरं च णं बहवे उग्गा भोगा जहा उववाइए जाव महापुरिस- वग्गुरापरिक्खित्ता, जमालिस्स खत्तियकुमारस्स पुरओ य मग्गओ य पासओ य अहाणुपुव्वीए संपट्ठिया ।