________________
૪૪૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૩
મુહાવિનાઈ = ઉન્મત્ત હાથીના મહામુખના આકારવાળા fમારં = કળશને તનવંતં પંખાને. ભાવાર્થ:- ત્યારપછી જમાલીકુમારની માતાએ સ્નાન વિધિ પૂર્ણ કરીને ધર્મસ્થાનમાં પહેરવા યોગ્ય વસ્ત્ર પહેર્યા. શરીરને અલંકૃત કર્યું. હંસ જેવા શ્વેત વસ્ત્રયુગલ ગ્રહણ કરીને(પહેરીને), તે શિબિકાની પ્રદક્ષિણા કરીને, ઉપર ચઢ્યા ઉપર ચઢીને જમાલીકુમારની જમણી તરફ રાખેલા ઉત્તમ ભદ્રાસન પર બેઠા.
ત્યારપછી જમાલીકુમારના ધાવમાતા સ્નાનાદિ કરીને, શરીરને અલંકૃત કરીને, રજોહરણ અને પાત્ર હાથમાં લઈને, શિબિકાની પ્રદક્ષિણા કરીને, જમાલીકુમારની ડાબી તરફ રાખેલા ઉત્તમ ભદ્રાસન પર બેઠા.
ત્યારપછી એક સુંદર યુવતી શિબિકા પર ચઢીને જમાલી કુમારની પાછળ ઊભી રહી. તે યુવતીની વેષભૂષા અને આભૂષણો એટલા બધા સુંદર હતા કે તે વસ્ત્રાભરણ રૂપ શૃંગારના ઘર જેવી લાગતી હતી. તે મનોહર, સુંદર વેષવાળી, સુંદર ગતિવાળી, સુંદર શરીરવાળી, રૂપ અને વિશિષ્ટ યૌવનથી યુક્ત હતી. તે યુવતીએ જમાલીકુમારના મસ્તક પર લીલાપૂર્વક શ્વેત છત્ર ધારણ કર્યું હતું. તે છત્ર શરદ ઋતુના વાદળ, હિમ, રજત, મોગરાના ફૂલ અને ચંદ્ર કરતાં અધિક શુભ્ર અને કોરંટ પુષ્પોની માળાઓથી યુક્ત હતું.
ત્યારપછી સૌંદર્યવાન, શૃંગારના ઘર જેવી, મનોહર આકારવાળી, સુંદર વેષવાળી બે ઉત્તમ યુવતીઓ આવીને, જમાલીકુમારની ડાબી અને જમણી બાજુ લાલિત્યપૂર્વક ચામર ઢોળતી ઊભી રહી.
તે બંને ચામરોના દંડ વિવિધ મણીઓ, કનક અને રત્નોથી બનેલા, વિમલ અને રક્ત સુવર્ણ જેવા ઉજ્જવળ હતા. તે બંને ચામરો શંખ, સ્ફટિક રત્ન, કુંદ પુષ્પ, ચંદ્ર, જલબિંદુ, મથિત અમૃતફીણના પુંજ સમાન સ્વચ્છ, શુભ્ર અને તેજસ્વી હતા.
ત્યારપછી એક સુંદર શૃંગારના ઘર સમાન, મનોહર રૂપ યૌવન અને લાલિત્યથી યુક્ત યુવતી નિર્મળ જળથી ભરેલી ઝારી હાથમાં લઈને જમાલીકુમારની ઈશાન કોણમાં ઊભી રહી. તે ઝારી ચાંદીની બનેલી, ઉન્મત્ત હાથીના મહામુખના આકારની હતી.
ત્યારપછી એક સુંદર, શ્રેષ્ઠ આદિ પૂર્વોક્ત વિશેષણયુક્ત યુવતી સુવર્ણ દંડવાળો પંખો લઈને, જમાલીકુમારની આગ્નેયકોણમાં ઊભી રહી. ३८ तएणं तस्स जमालिस्स खत्तियकुमारस्स पिया कोडंबियपुरिसे सद्दावेइ सद्दावित्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! सरिसयं, सरित्तयं, सरिव्वयं, सरिसलावण्ण-रूव-जोव्वण-गुणोववेयं, एगाभरण-वसणगहियणिज्जोयं कोडुंबिय-वरतरुण-सहस्सं सद्दावेह । तएणं ते कोडुंबियपुरिसा जाव पडिसुणित्ता खिप्पामेव सरिसयं, सरित्तयं जाव सद्दावेंति ।। ___ तएणं ते कोडुंबियपुरिसा जमालिस्स खत्तियकुमारस्स पिउणा कोडुबियपुरिसेहि सद्दाविया समाणा हट्ठतुट्ठ ण्हाया जाव एगाभरण-वसणगहियणिज्जोया जेणेव